- મેષ
આજનો દિવસ આપ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્યતીત કરશો. આપના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફથી લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.
- વૃષભ
નોકરી તેમજ વ્યવસાયના સ્થળે પદોન્નતિના સમાચાર મળે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધુરાં કાર્યો પૂર્ણ થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્તી જળવાશે. ધન અને માન સન્માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં સૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.
- મિથુન
આજે આપના કાર્યો પૂર્ણ થવામાં થોડી રાહ જોવાની તૈયારી રાખવી. શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે કામનું અતિભારણ લેવાનું ટાળજો. પેટના રોગો હોય તેવા જાતકોએ વધુ સાચવવું. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે કામ પૂરતી વાત કરવી. રાજકીય પળોજણોથી દૂર રહેવામાં આપની ભલાઇ છે. મહત્વના કામ કે નિર્ણય આજે મુલતવી રાખવા. સંતાનો સાથે મતભેદ ટાળવાની તેમજ શાંતિથી તેમની સાથે ચર્ચા કરવાની સલાહ છે. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે.
- કર્ક
મનનું નકારાત્મક વલણ છોડીને દરેક કાર્યમાં અથવા દરેક વ્યક્તિ સાથે વ્યવહારમાં સકારાત્મક અભિગમ સાથે આગળ વધજો. બહારનું ખાવા પીવાના કારણે તંદુરસ્તીને વિપરિત અસર પડી શકે છે માટે સ્વાદના ચટાકા લેવાનું ટાળજો. ક્રોધને અંકુશમાં રાખી શક્ય હોય ત્યાં સુધી રમૂજી રહેવું. પરિવારના સભ્યો સાથે શાંતિ અને વિનમ્રતાથી વર્તન કરવું. નવા સંબંધોની શરૂઆત કરવામાં અતિ ઉતાવળ કરવી નહીં. નાણાંની ખેંચ અનુભવવી પડે. ઇશ્વરભક્તિથી હળવાશ અનુભવી શકશો.
- સિંહ
પતિ- પત્ની વચ્ચે નજીવા કારણોસર ખટરાગની નોબત ટાળવા માટે તમારે એકબીજાને સંબંધોમાં પુરતો અવકાશ આપવો પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. સાંસારિક બાબતોમાં તમે ઓછુ ધ્યાન આપી શકશો. જાહેરજીવનમાં આપને અપેક્ષા કરતા ઓછો યશ મળે. ભાગીદારો સાથે મતભેદ ટાળવા માટે ખાસ કરીને કોઈપણ આર્થિક વ્યવહારોમાં વધુ પારદર્શકતા રાખવી. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત સામાન્ય રહે. કોર્ટ કચેરીના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થાય.
- કન્યા
શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે. હીરફો પર વિજય મેળવી શકશો.
- તુલા