ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : May 12, 2021, 6:38 AM IST

મેષઃ આજના દિવસની શરૂઆતમાં આપ ઉર્જા અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપના તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. પરિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. મિત્ર- સ્‍નેહીજનોનો મિલાપ થાય. પરંતુ મધ્‍યાહન સાંજ પછી આપના આરોગ્‍યમાં ગરબડ ઉભી થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુઃખના પ્રસંગ ટાળવા. ખાવા- પીવામાં સંયમ રાખવો. કોઇ સાથે બોલાચાલી ન થાય તે માટે જીભ પર કાબૂ રાખવા સલાહ આપવામાં આવે છે. ઘર- પરિવાર અને કાર્યક્ષેત્રમાં સમાધાનકારી વલણ અપનાવવું.

વૃષભઃ આપનું દ્વિધાપૂર્ણ મન કોઇ એક નિર્ણય પર ન આવતાં મનમાં મૂંઝવણ પેદા કરી શકે છે માટે મંથન સાથે વ્યવહારુ અભિગમ પણ રાખવો. શરદી, કફ, તાવના ઉપદ્રવથી બચવાની સલાહ છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. સ્‍વજનોથી અંતર રહે પરંતુ પરંતુ બપોર પછી થોડી અનુકૂળતા સર્જાશે. કામ કરવામાં થોડો ઉત્‍સાહ વધશે. આર્થિક લાભ થાય. મિત્રો તથા સગાંસ્‍નેહીઓ સાથે મિલન થાય. શરીર તથા મનની સ્‍વસ્‍થતા જળવાશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

મિથુનઃ આજના દિવસમાં આપને મિત્રો થકી લાભ મળશે. નવા મિત્રો થાય જે ભવિષ્‍યમાં તમને લાભદાયી પુરવાર થશે. અણધાર્યો ધનલાભ થાય. પ્રવાસ પર્યટનનું આયોજન થાય. સરકારી કાર્યોમાં ફાયદો થાય. પરંતુ બપોર પછી થોડાક સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે ધરમ કરતા ધાડ પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય. આ સમયે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

કર્કઃ આજે આપનું વલણ ન્‍યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરણા મળે પરંતુ આજે આપ જે પ્રયત્‍ન કરો તે ખોટી દિશામાં થતા હોય તેવું લાગે. તબિયતમાં અસ્‍વસ્‍થતા અને દિમાગમાં ગુસ્‍સો રહે પરંતુ મધ્‍યાહન પછી આપ શરીર અને મનથી હળવાશ અનુભવશો. વ્‍યવસાય ક્ષેત્રે કે ઓફિસમાં અધિકારીઓ સાથે જરૂરી મુદ્દાઓ વિશે ચર્ચા થાય. ઘરના રાચરચીલાની ગોઠવણીમાં રસ લઇ કાંઇક નવું કરવાની ઇચ્‍છા થાય.

સિંહઃ આજે દિવસના ભાગમાં આપ શરીર અને મનથી થોડીક બેચેની અને અસ્‍વસ્‍થતા અનુભવો પરંતુ ધીરજથી કામ લેશો અને મગજમાંથી ગુસ્‍સો કાઢી નાખશો તો સ્થિતિ તમારા અંકુશમાં આવી શકે છે. મધ્‍યાહન બાદ આપની શારીરિક માનસિક હાલતમાં સુધારો થાય. પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહે. વ્‍યાવસાયિક સ્‍થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યની ચર્ચા થાય. કુટુંબના સભ્‍યો સાથે આપ મહત્‍વની બાબતો વિચારશો.

કન્યાઃ આજે આપને નવા કાર્યો અને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે. પ્રેમ અને ધિક્કારની લાગણીઓથી દૂર રહી સમતોલ વર્તન રાખવું. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના યોગ છે પરંતુ તબિયતમાં થાક, કંટાળો અને બેચેની અનુભવશો. મગજમાં ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. તેથી આપનું કામ બગડે નહીં તેનું ધ્‍યાન રાખવું. નોકરી -ધંધાના સ્‍થળે કોઇનું મન દુભાય નહીં તેનો ખ્‍યાલ રાખવો. ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય.

તુલાઃ આપના આજના દિવસની શરૂઆત પ્રસન્‍નતાભરી રહેશે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની ભાવના હશે. લગ્‍નજીવનમાં સુખનો અનુભવ થશે. આર્થિક લાભ પ્રવાસની શક્યતા છે પરંતુ મધ્‍યાહન પછી સાંજે અનર્થ થતા ટાળવા આપે બોલવા પર સંયમ રાખવો પડશે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆત ટાળવી.

વૃશ્ચિકઃ આજે બૌદ્ધિક કાર્યોમાં જોડાવાનો અને જનસંપર્કમાં રચ્‍યાપચ્‍યા રહેવાનો દિવસ છે. ટૂંકા પ્રવાસની શક્યતા છે. નાણાકીય આયોજન માટે શુભ સમય છે. બપોર પછી આપ મિત્રો, સગાંસ્‍નેહીઓ સાથે બહાર ફરવા જાઓ મનગમતું ભોજન અન વિજાતીય વ્‍યક્તિઓનો સંગાથ મળે. વિચારોના આવેગને અંકુશમાં રાખવાની સલાહ છે. પરિવાર અને દાંપત્‍યજીવનમાં પ્રસન્‍નતા છવાયેલી રહેશે.

ધનઃ આપને શારીરિક માનસિક તંદુરસ્‍તી જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. વધુ મહેનત કર્યા બાદ કામમાં સફળતા ઓછી મળે તો નિરાશ ન થવાની સલાહ છે. મુસાફરી કરવાનું ટાળવું પરંતુ બપોર બાદ આપને પરિસ્થિતિ પલટાતી લાગશે. તન-મનમાં સ્‍ફૂર્તિનો સંચાર થશે. આર્થિક લાભ થવાની તક ઊભી થાય. વ્‍યવસાયમાં આયોજન કરશો. જનસંપર્ક વધે. બાકીનો દિવસ આનંદમાં પસાર કરશો.

મકરઃ આજે આપ મનથી વધુ પડતા આળા અને સંવેદનશીલ રહેશો. કોઇ તમારી લાગણીને ઠેસ પહોંચાડે તેવી શક્યતા હોવાથી મન મોટું રાખવું. વાહન ચલાવતા કાળજી રાખવી. ઓફિસ કે વ્‍યવસાયમાં સ્‍ત્રી વર્ગથી ચેતવાની સલાહ આપવામાં આવે છે. જોખમી વિચાર વર્તન અને આયોજનથી દૂર રહેવું. કોઇપણ બાબતમાં ઉતાવળિયો નિર્ણય ટાળવો. પરિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે જોવું. કામકાજમાં વધુ મહેનતે સફળતા મળે.

કુંભઃ આજે અગત્‍યના કાર્યોને નિર્ણય ન લેવાની આપને સલાહ આપવામાં આવે છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આજે દિવસના પ્રારંભમાં શુભ સમય છે પરંતુ બપોર પછી સાંજ પછી આપની માનસિક વ્‍યગ્રતા વધશે. ‍માલમિલકત સંબંધી દસ્તાવેજો કરવા માટે અનુકૂળ સમય નથી. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ દિવસ છે. માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેજો. આપની લાગણીને ઠેસ ના પહોંચે તેનો ખ્‍યાલ રાખશો.

મીનઃ આજે નાણાંખર્ચની ચિંતાથી આપનું મન વ્‍યગ્ર રહેશે માટે જો ખર્ચનું પૂર્વાયોજન હોય તો તેના માટે નાણાંની વ્યવસ્થા પણ અગાઉથી કરવી જેથી તમારું કામ ક્યાંય અટકે નહીં. મનદુ:ખના પ્રસંગો ના બને તે માટે બોલવા પર સંયમ રાખવો. આર્થિક લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. નોકરી વ્‍યવસાયમાં આપને સ્‍પર્ધાનો સામનો કરવો પડે. ઝડપી પલટાતા વિચારો વચ્‍ચે અટવાઇને દ્વિઘા અનુભવશો. નિર્ણય લેવામાં બીજાની મદદની જરૂર પડશે. બૌદ્ધિક અને તાર્કિક વિચાર- વિનિમય થાય.

ABOUT THE AUTHOR

...view details