ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Daily Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળસોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Apr 12, 2021, 6:34 AM IST

મેષ: આજે ટૂંકાગાળાનો લાભ લેવામાં ફસાઇ જવાની શક્યતા હોવાની આપ પહેલાથી જ ચેતીને ચાલજો. કોર્ટ- કચેરીમાં પડવાની કે કોઇના જામીન ન બનવાની સલાહ આપવામાં આવે છે. આપના મનની એકાગ્રતા ઓછી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યની પણ વિશેષ કાળજી લેવી પડશે. નાણાંની લેવડદેવડ કરતાં ધ્‍યાન રાખવું. ગેરસમજ અને અકસ્‍માતથી સભાળવું. મધ્યાહન બાદ આપ સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતા જશો. પરિવારમાં સુખશાંતિ રહેશે. ધાર્મિક કાર્યો તથા પ્રવાસ થાય. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. ધનલાભના સંજોગો છે.

વૃષભ:આજે આપને ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. ઉપરાંત તમારા મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. જે ભવિષ્‍યમાં તમને લાભદાયી નીવડશે. વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થાય. મધ્‍યાહન બાદ સાવચેતીપૂર્વક ચાલવું પડશે. ખાસ કરીને તંદુરસ્તી પ્રત્યે વધુ સજાગ બનવું પડશે. રોકાણકારો મૂડીરોકાણ કરવામાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટકચેરીના મામલામાં સંભાળીને કામ લેવું.

મિથુન:આજનો દિવસ આપના માટે અનુકૂળતાઓ લાભપ્રદ હોવાનું વર્તમાન સંજોગો સૂચવે છે. વ્‍યવસાયના ક્ષેત્રે પણ ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપની પ્રગતિના માર્ગો ખુલશે. વેપારમાં આવક વધે અને ઉઘરાણીના નાણાની વસૂલી કરી શકો. વડીલો અને પિતા તરફથી લાભ મળે. બપોર પછી મિત્રો વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય, તેમનાથી લાભ થાય. સામાજિક પ્રસંગોમાં જવાનું થાય. આકસ્મિક ધનલાભની શક્યતાઓ રહે.

કર્ક:આજે આપે ઉપરી અધિકારીઓ સાથેના વર્તનમાં જાળવીને રહેવું પડશે. શારીરિક અસ્‍વસ્‍થતા અને મનમાં ચિંતાનો ભાર થોડો વધી શકે છે. વેપારીઓને વ્‍યવસાયમાં નડતર આવે પરંતુ બપોર પછી નોકરી-વ્‍યવસાયના ક્ષેત્રે આપના માટે અનુકૂળ સંજોગો ઉભા થતાં જણાય. ઉપરી અધિકારીઓ આપના કામથી સંતુષ્‍ટ થશે. આર્થિક ધનલાભ થાય. પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે.

સિંહ:આજે આપને ક્રોધ અને વાણી પર સંયમ રાખવાની તેમજ સ્‍વાસ્‍થ્‍યની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. મનમાં વ્‍યગ્રતા અને બેચેનીનું પ્રમાણ વધી શકે છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ ન થાય તેની કાળજી રાખવી. ઇષ્‍ટદેવનું નામ, જપ અને આધ્યાત્મિકતાનું અનુસરણ આપની મુંઝવણો દૂર કરશે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ નિવારવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું.

કન્યા:બહાર હરવું ફરવું, ખાવું પીવું અને સિનેમા, પર્યટન આપના દિવસનો ઘણો ભાગ આ રીતે મિત્રો, સ્‍વજનો સાથે આનંદપ્રમોદમાં વીતી જશે. ભાગીદારો માટે પણ સમય સારો છે. દંપતીઓ પણ નિકટતાનો અનુભવ કરશે. પરંતુ બપોર પછી આપને દરેક મોરચે સંતુલન સાધતા શીખવું પડશે. તંદુરસ્‍તીનો પણ ખ્યાલ રાખવાની સલાહ છે. જોકે, આકસ્મિક ધનલાભથી આપની આર્થિક ચિંતાઓ હળવી થઈ શકે છે.

તુલા:આજે આપ દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી દરેક કાર્યને સફળ બનાવશો. ઘર- કુટુંબમાં આનંદ અને શાંતિ જળવાઇ રહેશે. શરીરનું આરોગ્‍ય સારું રહેશે. સ્‍વભાવમાં થોડીક ઉગ્રતા રહેશે તેથી બોલવામાં સાવધ રહેવું. બપોર બાદ આપની પ્રવૃત્તિ બદલાશે અને આપ થોડાક મનોરંજનની દુનિયા તરફ વળશો. મિત્રો, સ્‍નેહીઓ સાથે ફરવા જવાનું બને. સુરૂચિપૂર્ણ ભોજન મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા વ્‍યાપે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે.

વૃશ્ચિક: આજે આપે લેખન અને કાવ્‍યસર્જનની પ્રવૃત્તિ ગમશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રણય અને રોમાસ માટે અનુકૂળતાભર્યો દિવસ છે. શેરસટ્ટામાં ફાયદો થાય આજે આપ દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશો. આરોગ્‍ય વિશે આપની કોઇ ફરિયાદ નહીં હોય. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. આજે દરેક કામ શાંતિથી કરવું. નોકરીમાં સહકાર્યકરોનો સહકાર મળશે.

ધન:આજના દિવસે આપને સાવચેતીપૂર્વક રહેવાની ટકોર કરવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે આજે શક્ય હોય એટલી વધારે આત્મીયતા અને સહકાર સાથે વર્તવાની સલાહ છે. આપનું શારીરિક- આરોગ્‍ય સારું જળવાઈ રહે તે માટે થોડું ધ્યાન આપવું જરૂરી છે. ધન- કિર્તીની હાનિ નહીં થાય પરંતુ તેમ છતાંય સતર્ક રહેશો તો સારું. બપોર પછી આપનું મન સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ તરફ વળશે અને હળવાશ અનુભવશો. સ્‍વભાવમાં લાગણીશીલતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રેમીજનો માટે સારો દિવસ છે. પાણીથી સંભાળવું.

મકર: લાગણીભર્યા સંબંધોનું બંધન આપને આકર્ષશે. જીવનસાથી સાથેના સંબંધો પર મધુરતા ભરેલા હશે. દોસ્‍તો સાથે પર્યટનનું આયોજન થાય. ભાઇભાંડુઓ સાથે સારાં સંબંધો રહે. જાહેર માન- સન્‍માન મળે. હરીફો પર વિજય મળે. મધ્‍યાહન બાદ કેટલીક બાબતો આપની માનસિક સ્‍વસ્‍થતામાં ઘટાડો લાવી શકે છે. માતાના આરોગ્‍યની આજે વધુ સંભાળ લેવાની સલાહ છે. નોકરિયાત વર્ગને નોકરીમાં કામનું ભારણ વધી શકે છે. મકાન મિલકતના દસ્‍તાવેજો પર સમજી વિચારીને સહી સિક્કા કરવા.

કુંભ:આજે આપને ખર્ચ પર કાબૂ રાખવો પડશે. જીભની મીઠાશ અને સ્વભાવમાં નમ્રતા રાખવાથી તમે સંખ્યાબંધ કાર્યો બીજા લોકો પાસેથી સરળતાથી કરાવી શકશો. કોઈપણ બાબતે ઉગ્ર થવાના બદલે શાંતિથી અને વ્યૂહાત્મક રીતે ઉકેલ લાવજો. નકારાત્‍મક વિચારોને મનમાંથી ખંખેરી નાખજો. બપોર પછી આપના વિચારોમાં સ્થિરતા અને મક્કમતા જણાશે. આપ રચનાત્‍મક અને કલાત્‍મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઓ. જીવનસાથી જોડે આનંદમાં સમય પસાર થાય. પરિવારમાં સુખશાંતિ રહેશે. કાર્યમાં સફળતા મળશે.

મીન: આજે આપના ઘરમાં ધાર્મિક કાર્યો થાય. કુટુંબમાં આનંદમય વાતાવરણ રહે. કાર્યસફળતા મળે. તન-મનની તંદુરસ્‍તી જળવાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ છે પરંતુ બપોર બાદ આપના સ્‍વભાવમાં ક્રોધની લાગણી વિશેષ રહેશે. તેથી આપના વાણી અને વર્તનને આપે સંતુલિત રાખવા પડશે. પરિવારના સભ્‍યો સાથે પણ વધુ વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. ખાવા- પીવાની કાળજી રાખવી.

ABOUT THE AUTHOR

...view details