ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Cancer Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ

By

Published : Apr 1, 2021, 6:14 AM IST

મેષ : આજે આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટ‍િએ આપને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. આજે આપને ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો પર વિશેષ આકર્ષણ રહે. આજે આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. જો કે આજે આપે બોલવામાં સંયમ જાળવવો પડશે તથા પ્રેમ અને ધિક્કારની લાગણીઓથી દૂર રહેવું પડશે. આપના હિતશત્રુઓ તેમની ચાલમાં ફાવી ન જાય તે માટે સાવધ રહેવું પડશે. નવા કાર્યની શરૂઆત ટાળવી બને તો મુસાફરી કરવાનું મોકૂફ રાખવું.

વૃષભ : આપ પરિવારજનો સાથે તેમજ દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરી શકશો. નિકટના સ્વજનો તેમજ મિત્રો સાથે આપ સ્વાદિષ્ટ ભોજન માણશો. નાના પ્રવાસની યોજના બની શકે. આપનું આરોગ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. વિદેશમાં કે દૂર રહેતા સંબંધીઓ તરફથી સમાચાર મળતા આનંદ અનુભવશો. ભાગીદારીથી ફાયદો થાય તેમ જ આપની પ્રતિષ્ઠામાં વધારો થાય.

મિથુન : આજે આપના અધુરાં કાર્યો પૂરા થશે, તેમજ કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રસન્‍ન રાખશે. તંદુરસ્‍તી જળવાશે. આર્થિક લાભ થાય. નોકરીમાં વધારે રહે .જેના પર લગામ રાખવી જરૂરી છે, નહીં તો મન દુ:ખના પ્રસંગો બનવાની શક્યતા છે.

કર્ક : દિવસનો પ્રારંભ ચિંતા અને ઉદ્વેગ સાથે થશે પરંતુ કેટલાક કાર્યો પાર પડવાથી અને આપ્તજનો સાથે સમય વિતાવાવથી તમે થોડી વાર પછી માનસિક શાંતિ અને સંતોષ અનુભવશો. આરોગ્‍યની થોડી કાળજી લેવાની સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે હાલમાં ઉતાવળ કરવા જેવી નથી. આકસ્મિક ધનખર્ચની તૈયારી રાકવી. પ્રેમીજનોએ સંબંધોમાં સુલેહ જાળવવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.

સિંહ : આજે પરિવારમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. કુટુંબીજનો સાથે વાણી અને વર્તનમાં વિનમ્રતા અને પારદર્શકતા રાખવી. માતા સાથે વધુ સમય વિતાવવો અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે સેવા કરવી. મનમાં નકારાત્‍મક વિચારો આવતા અસ્‍વસ્‍થતા વધી શકે છે માટે આવા વિચારો છોડીને ધાર્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો. જમીન, વાહન, મકાન વગેરેના દસ્‍તાવેજો પર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્‍ત્રી વર્ગ તથા પાણીથી સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા : તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે, સાથે સાથે આપ લાગણીભર્યા સંબંધોથી દ્રવીભૂત થશો. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર થાય. અને તેમના દ્વારા લાભ પણ મળે. હરીફોની ચાલ નિષ્‍ફળ નીવડે. ભાગ્‍યવૃદ્ધિના યોગ એમ છતા કોઇપણ કાર્યમાં અવિચારી પગલાંથી નુકસાન થઇ શકે છે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.

તુલા : આપને જક્કી વલણ છોડીને સમાધાન ભર્યું વલણ રાખવાનું સૂચન છે. આપની અનિયંત્રિત વાણી કોઇને મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે માટે વાણી અને વર્તન બંનેમાં વિનમ્રતા અને સ્પષ્ટતા વધુ રાખવાની સલાહ છે. દ્વિધામાં અટવાયેલું મન આપને કોઇ ચોક્કસ નિર્ણય પર નહીં આવવા દે ત્યારે બીજાની મદદ લઈને તમે આગળ વધી શકો છો. અગત્‍યના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. આરોગ્‍યની કાળજી લેવી.

વૃશ્ચિક : તન અને મનથી ખુશ તેમજ પ્રફુલ્લિત રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન, પ્રવાસ કે મિલન- મુલાકાતના પ્રસંગ બને. જીવનસાથી જોડે ગાઢ આત્‍મીયતાનો અનુભવ થાય. આર્થિક લાભ થાય. શુભ પ્રસંગે બહાર જવાનું થાય. આનંદદાયક સમાચાર પ્રાપ્‍ત થાય.

ધન : આજે આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વર્તન અને શબ્દોમાં પારદર્શકતા રાખવી. રોષની લાગણી ઓછી રાખવી જેથી આપ કોઇ સાથે વિખવાદ ટાળી શકો. વાહન ચલાવતા સંભાળવું. આવકના પ્રમાણમાં ખર્ચ વધારે રહે. કુટુંબીજનો સાથે પણ મનદુ:ખ ઉભું ના થાય તેનું ધ્યાન રાખજો. તંદુરસ્‍તીની સંભાળ લેવી પડશે. ઇશ્વરની આરાધના અને આધ્યાત્મિકતા આપના મનને શાંતિ આપશે.

મકર : આપનો આજનો દિવસ બહુવિધ લાભ આપનાર દિવસ છે. સગાંસંબંધીઓથી અને મિત્રો સાથે મુલાકાત થાય. આપને ‍પ્રિયપાત્રનો સંગ રોમાંચિત કરશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળવામાં સાનુકૂળતા મળે. વેપારધંધામાં લાભકારી દિવસ છે. પ્રવાસ પર્યટન થાય અને મિત્રો તરફથી ભેટસોગાદો મળે. પત્‍ની અને પુત્રથી લાભ થાય. નવી વસ્‍તુઓની ખરીદી પાછળ ખર્ચ થાય.

કુંભ : આજના દિવસ દરમ્‍યાન આપની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આપ ખુશ રહો. ઉચ્‍ચ અધિકારીઓ પણ આપના પર ખુશ રહે. સહકર્મચારીઓ સાથ સહકાર આપશે. સમાજમાં માન- સન્‍માન મળશે. કુટુંબીજનો અને મિત્રો સાથે આનંદથી સમય પસાર કરશો. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. દાંપત્‍યજીવનમાં ખુશાલી વ્‍યાપેલી રહેશે.

મીન : આજે ઉપરી અધિકારીઓ સાથેના આપના સંબંધો બગડે નહીં તેનો ખ્‍યાલ રાખવો પડશે. શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે તેમજ મન પર પણ ચિંતાનો ભાર રહે. હરીફો સાથે આજે ચર્ચા કે વિવાદમાં ન પડવું. મનમાં ઉભા થતા નકારાત્‍મક વિચારોને દૂર ધકેલી દેશો તો માનસિક રીતે થોડા સ્‍વસ્‍થ રહી શકશો. વેપારીઓને વેપારમાં અવરોધ આવે.

ABOUT THE AUTHOR

...view details