મેષ :આજે સમાધાનકારી વલણ અપનાવશો તો કોઇ સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય. લેખકો, કલાકારો અને કસબીઓ માટે સમય અનુકૂળ છે. ભાઇભાંડુ સાથે સુમેળ રહે. મધ્યાહન બાદ આપની ચિંતાઓમાં ઘટાડો થાય અને ઉત્સાહ વધશે. મનમાં સંવેદનશીલતા અને લાગણીનો સરવાણી રહે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરો. આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય.
વૃષભ :આજે દિવસના ભાગમાં મહત્ત્વના કાર્યો પૂરા કરી દેવાની સલાહ આપવામાં આવે છે. ધનલાભની શક્યતા જણાય. તન- મનથી ઉત્સાહિત રહો. પરિવારજનો સાથેનો સમય આનંદથી પસાર થાય. પરંતુ બપોર પછી આપ વિચારોમાં વધુ ખોવાયેલા રહેવાથી અથવા અસંમજસતા વધવાથી નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી અનુભવશો. તેના કારણે હાથમાં આવેલી તક સ્વીકારવી કે ઇનકાર કરવો તે બાબતે ગુંચવાશો. આવી સ્થિતિમાં બીજાની સલાહ લઈ શકો છો. જક્કી વલણના કારણે અન્ય લોકો સાથે ઘર્ષણ થવાની શક્યતા હોવાથી હઠાગ્રહ છોડવો. નવા કાર્યની શરૂઆત કરવા માટે બપોર પછીનો સમય સારો નથી. ભાઇભાંડુમાં પ્રેમ અને સહકારની લાગણી રહેશે.
મિથુન :આજે આપને દરેક બાબતે ધીરજ અને શાંતિથી કામ લેવાની સલાહ છે. ઘરમાં કુટુંબીજનો સાથે સહકારની ભાવના વધારવી અને દરેકને આદર આપવો. શરૂ કરેલા કાર્યો પરિપૂર્ણ થશે પરંતુ વધુ પરિશ્રમની તૈયારી રાખવી પડશે. શારીરિક- માનસિક ટાળવા માટે તમે મેડિટેશનનો સહારો લઈ શકો છો. પરંતુ બપોર પછી આપનામાં કામ કરવાન ઉત્સાહ જણાશે. પરિવાર ક્ષેત્રે પણ અનુકૂળ વાતાવરણ સર્જાય. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર કરી શકશો. આપનામાં આત્મવિશ્વાસનું સિંચન થશે. મનોરંજન પાછળ ખર્ચ થાય.
કર્ક :આપના વર્તમાન દિવસના સવારના ભાગ દરમ્યાન પારિવારિક વ્યવસાયના ક્ષેત્રે લાભદાયક સમય છે. સ્ત્રીવર્ગ તરફથી લાભ થવાનો યોગ છે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય અને મન તથા શરીરની તંદુરસ્તી સારી રહે. પરંતુ બપોર પછી આપના મનમાં વિવિધ પ્રકારની ચિંતાઓ ઉપજશે. પારિવારિક માહોલ બગડે. આદરેલાં કાર્યો અધુરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. તંદુરસ્તીનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવે છે.
સિંહ :આજનો આપનો વર્તમાન દિવસ ખૂબ આનંદમાં પસાર થશે. નોકરી અને વ્યવસાય કરનાર બંને માટે લાભદાયી દિવસ છે. વેપાર વૃદ્ધિ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો. સ્ત્રીવર્ગ તરફથી આપને ફાયદો થાય. સંતાનો તરફથી લાભ મળે. નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. દાંપત્યજીવનમાં આનંદ વ્યાપી રહે.
કન્યા :નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સારો છે. આજે આપ વધુ પડતા ધાર્મિક અને ભક્તિમય બનો. ઓફિસ કે વ્યવસાયમાં કામનું ભારણ વધારે રહે માટે આયોજનપૂર્વક કામ કરશો તો નિર્ધારિત સમયમાં દરેક કામ પાર પડશે. વિદેશ જવા ઇચ્છતા લોકોને હજુ યોગ્ય તક માટે પ્રતિક્ષાની તૈયારી રાખવી પડશે. બપોર પછી નવા કાર્યનું આયોજન હાથ ધરી શકશો. અધૂરાં કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે. નોકરીમાં બઢતીના સમાચાર મળે. ગૃહસ્થજીવનમાં મધુરતા છવાય. માન- સન્માન મળે.