મેષ: તમે તમારી કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરીને ઘણા લાભો પ્રાપ્ત કરી શકશો. સરકારી ક્ષેત્રની કેટલીક મોટી સુવિધાઓ તમારી રાહ જોઈ રહી છે તેને મેળવવાનો પ્રયાસ કરી શકો છો. ટેક્સમાં લાભ, સબસિડી વગેરે મળી શકે છે તેમજ સરકારી કોન્ટ્રાક્ટ મળે તેવા ચાન્સ પણ બની રહ્યા છે. વેપાર-ધંધામાં વિસ્તરણ અથવા નવી શરૂઆત અંગે કોઈ પ્લાનિંગ કરવા અથવા માર્કેટિંગને લગતી સ્ટ્રેટેજી ઘડવા માટે માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે ભૂતકાળમાં કરેલા પ્રયાસોથી તમને જબરદસ્ત લાભ મળશે અને તમારા કામની પ્રશંસા પણ થશે. નોકરિયાત જાતકોએ પ્રોફેશનલ અભિગમ અપનાવવો અને બીજાની વાતો કે વિવાદમાં પડવું નહીં. ગરમ મિજાજથી દૂર થોડા રહેશો તો બધું સારું થઈ જશે. વિવાહિત જાતકોને તેમના ગૃહસ્થ જીવનમાં સુધારો લાવવામાં થોડો સમય લાગી શકે છે. પ્રેમ જીવન જીવતા જાતકો માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ જ રોમેન્ટિક રહેશે. તમારી વ્યસ્તતા તમારા સંબંધોને અસર કરી શકે છે, પરંતુ અઠવાડિયાના અંતિમ દિવસોમાં સંબંધમાં પ્રેમ વધી શકે છે અને તમને તમારા પ્રિય સાથે ક્યાંક ફરવા જવાની તક પણ મળી શકે છે. તમે તેમનો પરિચય તમારા પરિવારના સભ્યો સાથે પણ કરાવી શકો છો. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે અગાઉ જે મહેનત કરી છે તેના પરિણામો સારી રીતે તમારી સામે આવશે. અઠવાડિયાના છેલ્લા બે દિવસ મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે.
વૃષભ: પ્રોફેશનલ મોરચે તમને સખત મહેનત કરવાથી સારી સફળતા પ્રાપ્ત થશે, પરંતુ કોઈ વાતને કારણે માનસિક ચિંતા તમને વ્યથિત કરી શકે છે. ચિંતાઓના વમળમાં ફસાવાના બદલે એ ચિંતાઓ અંગે અન્ય લોકો સાથે ચર્ચા કરવી કારણ કે તેનાથી તમને ઉકેલ મળશે. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમારા સહકર્મચારીઓનો તમને સહયોગ પ્રાપ્ત થશે. વેપાર કરવાના હેતુ માટે આ અઠવાડિયું સારું રહેશે. જો તમે માનસિક તણાવ પર નિયંત્રણ રાખશો, તો કોઈ મોટી સમસ્યા થવાની સંભાવના નથી, પરંતુ જાતે કોઈ ખોટો નિર્ણય લવો નહીં. તમારા હાથ નીચે કામ કરતા લોકો સાથે તમારું વર્તન સૌમ્ય રાખવાની સલાહ છે. કામકાજને લગતી મીટિંગ, પ્રેઝન્ટેશન, વાટાઘાટોમાં સારી સફળતા મળી શકે છે. વિવાહિત જીવનમાં ચિંતામાં વધારો થઈ શકે છે. તમારું અહંકારી વલણ તમારા વિવાહિત જીવનમાં મુશ્કેલી વધારી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો ખૂબ જ સુંદર સ્થળોની મુલાકાતે જઈ શકે છે. તમે તમારા સંબંધને ઉંડાણપૂર્વક સમજી શકશો અને એકબીજાની નજીક આવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓમાં તમારી મહેનત સફળ થશે. અભ્યાસ સંબંધિત કાર્યમાં તમને કોઈ નિષ્ણાત વ્યક્તિનો સારો સહયોગ મળી શકે છે. અઠવાડિયાના છેલ્લા બે દિવસમાં મુસાફરી કરવાનું ટાળવું તમારા માટે યોગ્ય રહેશે.
મિથુન:વ્યાપાર સંબંધિત કરેલા પ્રયત્નો સફળ થશે અને કામકાજમાં વૃદ્ધિ થશે. નોકરી કરતા જાતકો માટે પણ આ અઠવાડિયું સુસંગતતા લાવશે. તમે તમારા કામમાં મજબૂત સ્થિતિમાં રહેશો અને તમારું મન કામમાં વધુ વ્યસ્ત રહેશે, જેના કારણે તમારા પ્રદર્શનમાં દિવસેને દિવસે સુધરો થશે. નોકરિયાત લોકોના કામમાં વેગ આવશે, પરંતુ કોઈ તમારી સામે ખોટા આક્ષેપો કરી શકે છે, તેથી સાવચેત રહેવું. તમારાં કાર્યમાં કોઈ ખામી કાઢે નહીં તેની ચોકસાઈ રાખવી અને કાર્ય સંપૂર્ણ કાળજીપૂર્વક કરવું. બીજાના ભરોસે રહેવાના બદલે પોતાના પ્રયાસો પર ભરોસો રાખવો. ભાગીદારની તબિયત બગડવાના કારણે તમારી જવાબદારી અને મહેનતમાં વધારો થશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું રહેશે. તમારી વચ્ચે અત્યારે આધુનિક ગેઝેટ્સ દ્વારા સતત કમ્યુનિકેશન થવાની સંભાવના છે. વિવાહિત લોકોને સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. એકબીજા સાથે ઉત્તમ સમય વિતાવીને તમે માનસિક રીતે સંતોષ અનુભવશો. વિદ્યાર્થીઓએ ખંતપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. સખત મહેનત સાથે આયોજનપૂર્વક આગળ વધશો, તો જ તમે સારું પરિણામ મેળવી શકશો. અઠવાડિયાની શરૂઆત મુસાફરી માટે સારી રહેશે. લાંબી મુસાફરીના ચાન્સ રહેશે.
કર્ક: સરકારી નોકરી કરનારાઓ લોકોને કોઈ મોટો લાભ મળી શકે છે. કોઈ વગદાર વ્યક્તિના કારણે સારો કોન્ટ્રાક્ટ અથવા મોટું કામ મળી શકે છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય તેઓ બુદ્ધિમત્તાના બળ પર સારી કમાણી કરી શકશે અને સારા પ્રોત્સાહન પુરસ્કાર મેળવી શકશે. આ સમય તમને કુશળતા અને આગળ વધવાની તક બંને આપશે. વ્યાપાર કરનારા જાતકોએ મગજ ઠંડુ રાખીને કામ કરવું જોઈએ અન્યથા તમારા પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે. ખર્ચામાં વધારો થશે, પરંતુ આવક પણ સારી રહેવાથી કોઈ તકલીફનો સામનો કરવો પડશે નહીં. દેશાવર કાર્યોથી સારો આર્થિક લાભ મળી શકે છે. શરૂઆતમાં તમારા પરિવારમાં કેટલાક નવા લોકોનું આગમન થવાથી તમારી ખુશીમાં વધારો થશે. તમે એકબીજાને પ્રેમ આપશો અને સન્માન કરશો. ઘરનું વાતાવરણ સારું રહેશે. વિવાહિત લોકોએ તેમના જીવનસાથી સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, તેમની વાત સમજવાની કોશિશ કરવી જોઈએ, તો જ તમારો સંબંધ સારી રીતે આગળ વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો તેમના પ્રિય સાથે સમય વિતાવી શકશે. તમારી વચ્ચે અત્યારે સંબંધોમાં ઘણી પારદર્શકતા હોવાનો તમને અહેસાસ થશે. એકબીજાના પરિવાર સાથે મુલાકાત કરીને પ્રેમસંબંધને લગ્નમાં બદલવા માટે પણ તમે પ્રયાસ કરી શકો છો. આ અઠવાડિયના શરૂઆતના બે દિવસ બાદ કરતા બાકીનો સમય મુસાફરી માટે સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરી શકશે.
સિંહ:પ્રોફેશનલ મોરચે તમે તમારા કામ પ્રત્યે સમર્પણ બતાવશો જેથી નોકરી કે ધંધામાં પ્રગતિના ઘણા પ્રબળ ચાન્સ છે. ધંધામાં ખાસ કરીને મશીનરી, વાહન, સફેદ ચીજો, ગેઝેટ્સ, એસી, ટીવી, ફોન, સોફ્ટવેર ડેવલપમેન્ટ વગેરેમાં નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. નવા ક્લાયન્ટ સાથે સંપર્ક થવાના ચાન્સ છે. ધંધામાં માર્કેટિંગને લગતો હળવો ખર્ચા રહેશે પરંતુ સામે પક્ષે આવક પણ સારી રહેવાથી તમે ટેન્શન ફ્રી થઈ શકશો. જો કે, કોઈપણ મોટો નિર્ણય લેવામાં અતિ ઉતાવળ કરવી નહીં. તમારા માટે તમે નવું ગેજેટ ખરીદો તેવી શક્યતા છે. પરિવારના સભ્યોની ખુશી માટે તમે કોઈ મોટું કામ કરશો. પરિવાર સાથે કોઈ દૂરના સ્થળે ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે. પરણિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં તણાવને કારણે એકબીજા પ્રત્યે ઓછો લગાવ અનુભવશે, જેને ટાળવાની સલાહ આપવામાં આવે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે પણ આ અઠવાડિયું ખૂબ જ સારું રહેશે અને તમે એકબીજાના દિલમાં ઘંટનાદ વગાડતા જોવા મળશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનો પૂરેપૂરો લાભ મળતો જોવા મળે છે પરંતુ તમારે એકાગ્રતા વધારવા પર ધ્યાન આપવું પડશે. તમારે તમારા મિત્રોથી થોડું દૂર રહેવુ, કારણ કે તેમના કારણે ભણવામાં વિક્ષેપ આવી શકે છે.
કન્યા:આ અઠવાડિયે તમે તમારી મનોકામના પૂરી કરી શકશો. કાર્યસ્થળે અને ઘરમાં હવે બધું જ ધીમે ધીમે તમારા પ્લાનિંગ મુજબ થવાથી તમને મનોમન ખુશી થશે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. આ અઠવાડિયે ખર્ચામાં વધારો થઈ શકે છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. નોકરિયાત જાતકો તેમના કામમાં કેટલાક નવા અખતરા કરવાનો પ્રયાસ કરશે અને તેમના જીવનસાથીની મદદથી તે લોકો પોતાના કામમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી શકે છે. તે તમારા માટે પણ ફાયદાકારક રહેશે. પરણિત જાતકોને તેમના સાસરિયા પક્ષની કોઈ વ્યક્તિના સહયોગથી વ્યવસાયમાં આગળ વધવામાં મદદ મળે. તમે મોટા પડકારોમાંથી કુનેહપૂર્વક બહાર આવશો અને તમારા જીવનસાથીને દિલની દરેક વાત કહેશો. આ રીતે તમે માનસિક હળવાશ અનુભવશો અને વિચારોમાં સકારાત્મકતા આવશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ અઠવાડિયું ચડતી-પડતીથી ભરેલું રહેવાનું છે. તમે એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવશો અને તમારા ભવિષ્ય વિશે વિચારણા કરશો. જીવનસાથીની શોધમાં હોય તેમના માટે આશાસ્પદ સમય છે. વિદ્યાર્થીઓને એકાગ્રતા ધીમે ધીમે વધશે ને અભ્યાસ કરવામાં આનંદ આવશે. અઠવાડિયાના મધ્ય અને અઠવાડિયાના છેલ્લા દિવસો મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી લેવી કારણ કે ગરમીજન્ય રોગો અને પાણીના કારણે થતા રોગો થઈ શકે છે.