નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (BJP national president) જેપી નડ્ડાએ ભારતના ચૂંટણી પંચ દ્વારા 5 રાજ્યોમાં ચૂંટણી (Assembly Election 2022) યોજવાની તારીખોની જાહેરાતનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ફરીથી લોકોના આશીર્વાદ મળશે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે અને સેવા અને વિકાસના કાર્યને નવી ઉંચાઈઓ પર લઈ જશે.
તમામ માર્ગદર્શિકાઓના પાલન સાથે ચૂંટણીમાં ભાગ લેવાનું કર્યું આહ્વાન
નડ્ડાએ ભાજપના કાર્યકર્તાઓને કોવિડ (Covid 19 Guidelines In India) અને ચૂંટણી પંચદ્વારા આપવામાં આવેલી અન્ય તમામ માર્ગદર્શિકાઓ(guidelines by election commission of india)નું પાલન કરીને લોકશાહીના આ મહાન તહેવારમાં સંપૂર્ણ શક્તિ સાથે ભાગ લેવાનો અનુરોધ પણ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમ (Congress leader P Chidambaram) ગોવા વિધાનસભા ચૂંટણી 2022ને (Goa Assembly Election 2022) લઈને મોટું નિવેદન આપ્યું છે.