ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના પોઝિટિવ સસરાને ખભા પર બેસાડીને હોસ્પિટલ લઇ ગઇ વહૂ,પછી કરાઇ સારવાર - ગુવાહાટી

આસામના 75 વર્ષીય થુલેશ્વરદાસનો પુત્ર સૂરજ શહેરમાં નોકરી કરે છે. પુત્રની ગેરહાજરીમાં પુત્રવધૂ નિહારિકા તેના સસરાની સંભાળ રાખે છે. તાજેતરમાં, જ્યારે થુલેશ્વરદાસ કોરોનામાં સંક્રમિત થયો હતો, ત્યારે ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવાનું સૂચન કર્યું હતું.

કોરોના પોઝિટિવ સસરાને ખભા પર બેસાડીને હોસ્પિટલ લઇ ગઇ વહૂ,પછી કરાઇ સારવાર
કોરોના પોઝિટિવ સસરાને ખભા પર બેસાડીને હોસ્પિટલ લઇ ગઇ વહૂ,પછી કરાઇ સારવાર

By

Published : Jun 10, 2021, 11:36 AM IST

  • 75 વર્ષીય થુલેશ્વરદાસનો પુત્ર સૂરજ શહેરમાં નોકરી કરે છે
  • પુત્રની ગેરહાજરીમાં પુત્રવધૂ નિહારિકા તેના સસરાની સંભાળ રાખે છે
  • થુલેશ્વરદાસ કોરોનાથી સંક્રમિત થયા હતા

ગુવાહાટીઃ કોરોના મહામારીના યુગમાં ઘણી એવી વાર્તાઓ છે જે ફક્ત પ્રેરણાદાયક જ નથી, પરંતુ ખરાબ સમયમાં અન્યને કેવી રીતે મદદ કરવી તે પણ શીખવે છે. આવી જ એક વાર્તા આસામના રાહામાં ભાટી ગામની છે. અહીં એક વહુ તેના કોરોના સંક્રમિત સસરાને તેના ખભા પર બેસાડીને હોસ્પિટલમાં લઈ ગઈ, જેથી તેમને સમયસર સારવાર મળી રહે.

આ પણ વાંચોઃરાજકોટ કોરોના પોઝિટિવ નવજાત બાળકી “લક્ષ્મી”ને સઘન સારવાર દ્વારા અપાયું નવજીવન

થુલેશ્વરદાસ કોરોનાથી સંક્રમિત થયા હતા

કહેવામાં આવી રહ્યું છે કે, 75 વર્ષીય થુલેશ્વરદાસનો પુત્ર સૂરજ શહેરમાં નોકરી કરે છે. પુત્રની ગેરહાજરીમાં પુત્રવધૂ નિહારિકા તેના સસરાની સંભાળ રાખે છે. તાજેતરમાં, જ્યારે થુલેશ્વરદાસ કોરોનાથી સંક્રમિત થયા હતા, ત્યારે ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવાનું સૂચન કર્યું હતું. હોસ્પિટલ ઘરથી થોડે દૂર હતી, નિહારિકાએ સસરાને લઇ જવા માટે લોકોને શોધવાના પ્રયત્ન કર્યા હતા, પરંતું જ્યારે તેણીને કોઈ મળ્યું ન તો તે જવાબદારી પોતે જ ઉઠાવી લીધી હતી.

પોતે પણ થઇ કોરોના સંક્રમિત

નિહારિકાએ પોતાના સસરાને ખભા પર બેસાડીને હોસ્પિટલમાં લઈ ગઈ, પરંતુ આવું કરનારી નિહારિકા પણ કોવિડથી પ્રભાવિત થઇ હતી. સ્થાનિક આરોગ્ય અધિકારીએ થુલેશ્વરને જિલ્લા કોવીડ કેર સેન્ટર ખાતે લઈ જવા જણાવ્યું હતું. જ્યારે નિહારિકાને સારવાર માટે તેના ઘરે રોકાવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ નિહારિકા તેના સાસરાને એકલી હોસ્પિટલમાં છોડવા તૈયાર નહોતી.

સસરા અને પુત્ર વધુને નગાંવ ભોગેશ્વરી ફુકનાની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા

ડોક્ટર સંગીતા ધર અને આરોગ્ય કાર્યકર પિન્ટુ હિરાએ બન્નેની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેમને એમ્બ્યુલન્સ નંબર 108 દ્વારા નગાંવ ભોગેશ્વરી ફુકનાની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોકલી આપ્યા હતા. રાહાના નિહારિકા દાસે મુશ્કેલ સમયમાં પોતાના સસરા પ્રત્યે જે પ્રકારની જવાબદારી દર્શાવી છે તેનાથી લોકો ખૂબ ખુશ છે.

આ પણ વાંચોઃજામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરીમાં ગ્રામમિત્ર કરી રહ્યા છે મદદ

પુત્રવધૂ તેની ફરજમાંથી કદી પાછી પડતી નથી

નિહારિકાની હિંમતની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વપરાશકર્તાઓ કહે છે કે, રૂઢીવાદી સમાજમાં પુત્રવધૂ અને પુત્રીઓને સમાન દરજ્જો આપવો જોઈએ કે નહીં, પરંતુ પુત્રવધૂ તેની ફરજમાંથી કદી પાછી હટતી નથી.

ABOUT THE AUTHOR

...view details