ગુવાહાટીઃગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગુરુવારે અસમ લાવવામાં આવ્ય હતો. આસામ પોલીસ તેમને મીડિયાકર્મીઓથી બચાવીને એરપોર્ટના પાછળના દરવાજેથી લઈ ગઈ હતી. અસમ પોલીસ હાલ આ બાબત પર મૌન છે. મેવાણીને પૂછપરછ માટે કોકરાઝાર લઈ જવામાં આવી રહ્યો છે. મીડિયાકર્મીઓને તેનાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. અરૂપ કુમાર ડે નામના વ્યક્તિની ફરિયાદના આધારે 19 એપ્રિલના રોજ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો - PM મોદી વિરુદ્ધ અનેક ટ્વીટ કરતા જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આસામના એક વ્યક્તિએ કરી ફરીયાદ
વડાપ્રધાન વિરોધ કરી હતી પોસ્ટ - ડે એ તેમની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, મેવાણીએ ટ્વિટ કર્યું હતું કે "ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'ગોડસે'ની પૂજા કરે છે અને તેમને ભગવાન માને છે. તેમણે અપીલ કરી હતી કે PM એ 20 એપ્રિલે ગુજરાતની મુલાકાત દરમિયાન શાંતિ અને સૌહાર્દ માટે જનતાની માફી માંગવી જોઈએ. હકીકતમાં, ગુજરાતના હિંમતનગર, ખંભાત અને વેરાવળ વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી.
આ પણ વાંચો - Assam Police Arrested Jignesh Mevani: ભાજપ સરકાર ખોટા કેસો કરે છે, જીગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસ વિફર્યુ
કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી - ડે એ આરોપ લગાવ્યો કે આ ટ્વીટ જાહેર શાંતિને ખલેલ પહોંચાડે છે, તે લોકોના ચોક્કસ વર્ગમાં સંવાદિતા જાળવવાની વિરુદ્ધ છે. આ ચોક્કસપણે કોઈ વિભાગને ગુનો કરવા માટે ઉશ્કેરવાની વધુ સંભાવના ધરાવે છે. તે દેશના આ ભાગમાં અન્ય સમુદાયની વિરુદ્ધ છે. દરમિયાન, આસામ પોલીસ દ્વારા મેવાણીની ધરપકડ પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે.
મેવાણીની ધરપકડ - APCC પ્રમુખ ભૂપેન બોરાએ કહ્યું કે પોલીસનું આ પગલું આસામ અને સમગ્ર દેશમાં ભાજપના શાસનમાં 'પોલીસ રાજ' સાબિત કરે છે. આસામની રાજધાનીમાં છેલ્લા 12 દિવસમાં 13 મૃતદેહ મળી આવ્યા છે. આસામ પોલીસ આ ગુનાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. સાથે જ તેમની પાસે ગુજરાત જઈને જન જવાબદાર પ્રતિનિધિની ધરપકડ કરવાનો સમય છે. મેવાણીની ધરપકડ કરીને સરકાર દિલ્હી અને દિસપુરમાં વિપક્ષને ડરાવવા માંગે છે. બોરાએ કહ્યું કે પાર્ટીએ મેવાણીની મુક્તિ માટે ત્રણ વરિષ્ઠ વકીલોને કોકરાઝાર મોકલ્યા છે.