ગુવાહાટી:આસામ પોલીસે સોમવારે મોરીગાંવ જિલ્લામાં અંસારુલ્લા બાંગ્લા ટીમ(ABT) આતંકવાદી જૂથ સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની (Ansarullah Bangla Team) ધરપકડ કરી હતી. પોલીસ તેમની પૂછપરછ કરીને આતંકવાદી ગતિવિધિઓ તેમજ બીજા પ્લાનિંગ વિશે જાણવાનો (assam Police inputs) પ્રયાસ કરી રહી છે. તેમના વાયર ક્યાંથી જોડાયેલા છે તે જાણવાના પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગત મહિને પણ અંસારુલ્લા બાંગ્લા ટીમના બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે આઃ મોરીગાંવના પોલીસ અધિક્ષક અપર્ણા એન.ના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ મુસાદિક હુસૈન અને ઈકરામુલ ઈસ્લામ તરીકે થઈ છે. હાલમાં આ બન્નેની પૂછપરછ ચાલું છે. એમની પાસેથી શું એવું વાંધા જનક મળી આવ્યું છે. એ અંગે ખાસ કોઈ જાણકારી મળી નથી. આ પહેલા 21 ઓગસ્ટે આસામ પોલીસે આતંકવાદી પ્રવૃતિઓ અંગે શોધખોળ કરી હતી.
અલ કાયદા ક્નેક્શનઃ ગોલપારા જિલ્લામાં અલ-કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) આતંકવાદી જૂથો સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા શકમંદોની ઓળખ ઈમામ અબ્દુસ સુભાન અને જલાલુદ્દીન શેખ તરીકે થઈ છે. ગોલપારા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વી.વી. રાકેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે કલાકો સુધી બંને વ્યક્તિઓની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
મોટા ઈનપુટ મળ્યાઃ એસપીએ કહ્યું, “અમને આ વર્ષે જુલાઈમાં ધરપકડ કરાયેલા અબ્બાસ અલી પાસેથી ઇનપુટ મળ્યા છે, જે જેહાદી તત્વો સાથે પણ સંકળાયેલા છે. પૂછપરછ દરમિયાન, અમને જાણવા મળ્યું કે તેઓ આસામમાં AQIS/ABTના બારપેટા અને મોરીગાંવ મોડ્યુલ સાથે સીધા જોડાયેલા હતા. "આરોપી વ્યક્તિઓની ઘરની તપાસ દરમિયાન, અન્ય દસ્તાવેજો સહિત અનેક ગુનાહિત સામગ્રી, પોસ્ટર, પુસ્તકો, મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અલ-કાયદા સાથે જોડાયેલા આઈડી કાર્ડ, જેહાદી તત્વો જપ્ત કરવામાં આવ્યા હતા.