ગુજરાત

gujarat

આસામ વિધાનસભા ચૂંટણી 2021: પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે મતદાન શરૂ

By

Published : Mar 26, 2021, 11:09 PM IST

Updated : Mar 27, 2021, 7:20 AM IST

આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાજ્યની 47 બેઠકો પર મતદાન શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે ચૂંટણીપંચ બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં મતદાન કરીને જનતા નિર્ણય લેશે કે, બન્નેમાંથી કોણ જીતશે, અને શનિવારના રોજ જનતા EVMમાં ​​ઉમેદવારોના ભાવિમાં કેદ કરશે, તો આંકડા દ્વારા આસામ વિધાનસભાની ચૂંટણીનું સંપૂર્ણ ગણિત સમજાવીએ.

આસામ વિધાનસભાની ચૂંટણી 2021
આસામ વિધાનસભાની ચૂંટણી 2021

  • આસામ વિધાનસભાની ચૂંટણી 2021
  • પ્રથમ તબક્કામાં રાજ્યની 47 બેઠકો પર મતદાન થશે
  • કોંગ્રેસ આસામમાં ફરીથી કબ્જો મેળવવા ઇચ્છે છે
  • આસામમાં પ્રથમ વખત સરકાર બનાવનારા ભાજપ સત્તાનું પુનરાવર્તન કરવા માગે છે

ન્યૂઝ ડેસ્ક : આસામ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન શનિવારના રોજ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 47 બેઠકો પર મતદાન કરાશેે. આસામમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસે જોરશોરથી પ્રચાર કર્યો હતો. જો કોંગ્રેસ આસામમાં ફરીથી કબ્જો મેળવવા ઇચ્છે છે, જ્યારે સામે આસામમાં પ્રથમ વખત સરકાર બનાવનારા ભાજપ સત્તાનું પુનરાવર્તન કરવા માગે છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત આસામમાં સરકાર બનાવી અને સર્વાનંદ સોનોવાલને આસામ મુખ્યપ્રધાન બનાવ્યા હતા. આ ચૂંટણીમાં મતદાન કરીને જનતા નિર્ણય લેશે કે, બન્નેમાંથી કોણ જીતશે, અને શનિવારના રોજ જનતા EVMમાં ​​ઉમેદવારોના ભાવિમાં કેદ કરશે, તો આંકડા દ્વારા આસામ વિધાનસભાની ચૂંટણીનું સંપૂર્ણ ગણિત સમજાવીએ.

47 બેઠકોમાંથી 42 બેઠકો બિનઅનામત

આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 47 બેઠકો પર મતદાન શરૂ કરવામાં આવ્યું છે. આ 47 બેઠકોમાંથી 42 બેઠકો બિનઅનામત છે, જ્યારે 1 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 4 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. પ્રથમ તબક્કા માટે કુલ 9620 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

પહેલા તબક્કામાં કોંગ્રેસે સૌથી વધુ 6 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી

કુલ 264 ઉમેદવારોમાંથી 239 પુરુષ અને 25 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં કુલ 21 રાજકીય પક્ષો અને 77 અપક્ષ ઉમેદવારે મેદાનમાં ઉતરશે. પહેલા તબક્કામાં કોંગ્રેસે સૌથી વધુ 6 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. આ સાથે જ 6 અપક્ષ મહિલા ઉમેદવારો પણ મેદાનમાં છે, ભાજપે પ્રથમ તબક્કામાં માત્ર 3 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.

આસામ વિધાનસભાની ચૂંટણી 2021

ભાજપે 39, કોંગ્રેસે 43, AJPએ 41 બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા

પહેલા તબક્કામાં 47 બેઠકો પર મતદાન શરૂ થયું છે, જેમાં ભાજપે 39, કોંગ્રેસે 43, AJPએ 41 બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. મુસ્લિમ ઉમેદવારોની વાત કરવામાં આવે તો ચૂંટણીમાં સૌથી વધુ 9 અપક્ષ મુસ્લિમ ઉમેદવારો છે, જ્યારે કોંગ્રેસે પ્રથમ તબક્કામાં 2 અને ભાજપે 1 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.

યુવા ઉમેદવાર મામલે સૌથી વધુ અપક્ષ ઉમેદવારો મેદાનમાં

કુલ 24 ઉમેદવારોની ઉંમર 25થી 35 વર્ષની વચ્ચે છે, જ્યારે 8 ઉમેદવારોની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે. યુવા ઉમેદવાર મામલે સૌથી વધુ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે, જેમની ઉંમર 25થી 35 વર્ષ છે. જ્યારે પ્રથમ તબક્કામાં ભાજપે માત્ર એક જ ઉમેદવારને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે 2 અને આસામ ગણ પરિષદે 2 યુવા ઉમેદવારોને ટિકિટ આપી છે.

ટોચના 10 કરોડપતિઓમાંથી 4 ભાજપના અને 3 કોંગ્રેસના ઉમેદવાર

ઉમેદવારોની સંપત્તિની વાત કરવામાં આવે તો કુલ 259 ઉમેદવારોમાંથી 101 ઉમેદવારો કરોડપતિ છે. સૌથી વધુ 31 કરોડપતિ ઉમેદવારોને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપમાંથી 28 અને અપક્ષમાંથી 17 કરોડપતિ ઉમેદવારો મેદાનમાં છે. ટોચના 10 કરોડપતિઓમાંથી 4 ભાજપના અને 3 કોંગ્રેસના ઉમેદવાર છે.

કોંગ્રેસના ઉમેદવાર અખિલ ગોગોઇ પર સૌથી વધુ 52 કેસ નોંધાયા

આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 264 ઉમેદવારોમાંથી 259 ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડ આપ્યા છે, જેમાંથી 10 કોંગ્રેસના, AJPના 8 અને ભાજપના 3 ઉમેદવારો પર ગુનાહિત કેસ છે. જેમાંથી કોંગ્રેસના 9, AJPના 6 અને ભાજપના 3 ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ દાખલ છે. ગુનાહિત કેસો જે બિનજામીનપાત્ર છે, જેમાં 5 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ છે (દા.ત. દુષ્કર્મ, હત્યા વગેરે) ગંભીર ગુનાહિત કેસો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. સિબસાગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અખિલ ગોગોઇ પર સૌથી વધુ 52 કેસ નોંધાયા છે.

પ્રથમ તબક્કામાં મહિલા ઉમેદવારો

આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 25 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી કોંગ્રેસે સૌથી વધુ 6 મહિલાઓને ટિકિટ આપી છે, જ્યારે 6 મહિલાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે AJPએ 3, ભાજપે 3 અને AGPએ 1 મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

આસામ વિધાનસભાની ચૂંટણી 2021

ગત ચૂંટણીમાં પ્રથમ તબક્કાની બેઠકોની સ્થિતિ

આસામમાં પ્રથમ તબક્કાના મતદાનની 47 બેઠકોમાંથી, ભાજપને 2016ની વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ 26 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસે 9 અને AGPએ 2 બેઠકો જીતી હતી. GSP અને AIUDFAએ 2-2 બેઠકો જીતી હતી.

પ્રથમ તબક્કામાં આ ચહેરાઓની દાવ પર લાગી છે શાખ

સર્વાનંદ સોનોવાલ -આસામના વર્તમાન (14મા) મુખ્યપ્રધાન છે. આસામમાં, ભાજપના પ્રથમ અને અનુસૂચિત જનજાતિમાંથી આવતા આસામના બીજા મુખ્યપ્રધાન છે. સર્વાનંદ સોનોવાલ માજુલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સોનોવાલ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એકવાર આસામ ગણ પરિષદની ટિકિટ પરથી લોકસભા પહોંચ્યા હતા.

રિપૂન બોરા - કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. વર્તમાન રાજ્યસભાના સભ્ય રિપૂન બોરા આસામની કોંગ્રેસ સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે. રિપૂન બોરા આસામની ગોહપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

અંગૂરલતા દેકા -આસામી ફિલ્મ્સની અભિનેત્રી છે. વર્ષ ૨૦૧6ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત અંગૂરલતા બાતાદ્રોવા બેઠક પરથી ભાજપના ટિકિટ પર ધારાસભ્ય ચૂંટાયા હતા અને આ વખતે પણ આ જ બેઠક પરથી પાર્ટીએ મેદાનમાં ઉતર્યું છે.

રકિબુલ હુસેન -રકીબુલ હુસેન આસામના પૂર્વ પ્રધાન છે અને સમાગુરી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. રકીબુલ હુસેન 4 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

કેશવ મહંત -લોકસભાના પૂર્વ સાંસદ છે અને કાલિબોર બેઠક પર AGPના ઉમેદવાર છે. સર્વાનંદ સોનોવાલની વર્તમાન સરકારમાં કેશવ મહંત જળ સંસાધન પ્રધાન છે.

અતુલ બોરા -આસામ ગણ પરિષદના અધ્યક્ષ છે અને બોકાખાટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અતુલ બોરા હાલની આસામ સરકારમાં કૃષિ પ્રધાન છે.

અજંતા નેયોગ -તરુણ ગોગોઈની ત્રણ સરકારોમાં વરિષ્ઠ પ્રધાન, પરંતુ આજે તે ભાજપની સાથે છે. અજંતા નેયોગ આસામનો રાજકીય ચહેરો છે અને તે ગોલાઘાટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

ભાસ્કર જ્યોતિ બરૂઆ - કોંગ્રેસ દ્વારા ટીટાબાર વિધાનસભા બેઠક પરથી આ વખતે નવા ચહેરા તરીકે ભાસ્કર જ્યોતિને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઈની પરંપરાગત બેઠક રહી છે.

રૂપજ્યોતિ કુર્મી - પૂર્વ પ્રધાન રૂપમ કુર્મીના પુત્ર છે અને કોંગ્રેસે આ વખતે મારિયોનીથી રૂપજ્યોતિને ટિકિટ આપી છે.

અંકિતા દત્તા -કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અંજન દત્તાની પુત્રી અને કોંગ્રેસે તેમને અમગુરી બેઠક પરથી ટિકિટ આપી છે. તેમના પિતા અંજન દત્તા પણ આસામ સરકારમાં પ્રધાન હતા.

દેવવ્રત સાઇકિયા -દેવવ્રત આસામ વિધાનસભાના વિપક્ષના નેતા અને નાઝીરા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસે તેમને નજીરા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. દેવવ્રત ભૂતપૂર્વ મુખ્ચપ્રધાન હિતેશ્વર સાઇકિયાના પુત્ર છે અને 2011થી ચૂંટણી જીતતા રહ્યા છે. નઝિરાને તેમની કૌટૌમ્બિકની બેઠક માનવામાં આવે છે. આ પહેલા તેમની માતા આ બેઠક પરથી ધારાસભ્ય હતા.

અખિલ ગોગોઇ -અખિલ ગોગોઇ આસામના જાણીતા સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ છે. જેમને સિબસાગર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ CAAના વિરોધી છે અને છેલ્લા 15 મહિનાથી જેલમાં છે.

લુરિનજ્યોતિ ગોગોઈ-લુરિનજ્યોતિ ગોગોઇ નવી પાર્ટી આસામ રાષ્ટ્રીય પરિષદ (AJP)ના પ્રમુખ છે અને તેમને દુલિઆજન બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને વિદ્યાર્થી સંઘ AASUના મહાસચિવ પણ રહી ચૂક્યા છે, જે બાદ નવી પાર્ટીની રચના કરી હતી.

હિતેન્દ્રનાથ ગોસ્વામી -વર્તમાન વિધાનસભા અધ્યક્ષ હિતેન્દ્રનાથ ગોસ્વામી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે જોરહટ બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

આર. પી. શર્મા -ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા આર. પી. શર્મા બારસોલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. શર્મા 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લોકસભામાં પહોંચ્યા હતા, પરંતુ 2019માં તેમને ટિકિટ ન મળતાં કોંગ્રેસનો 'હાથ' પકડ્યો હતો.

પ્રણતિ ફૂકન-પ્રણતિ ફૂકન બે વાર ગોગોઈ સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે અને આ વખતે પણ કોંગ્રેસની ટિકિટ પર નાહરકોટિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Last Updated : Mar 27, 2021, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details