ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Asia Cup 2022: ભારતે ઈન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાન બહાર - એશિયા કપ 2022

ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ રહેલા મેન્સ હોકી એશિયા કપ 2022માં (Asia Cup 2022) ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ગુરુવારે ઈન્ડોનેશિયાને 16-0થી હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત (Indian Hockey Team) કર્યું. ભારતની આ જીતનો અર્થ એ પણ છે કે પાકિસ્તાન આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગયું છે.

Asia Cup 2022: ભારતે ઈન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાન બહાર
Asia Cup 2022: ભારતે ઈન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાન બહાર

By

Published : May 27, 2022, 6:49 AM IST

Updated : May 27, 2022, 7:06 AM IST

જકાર્તા:ભારતની યુવા પુરુષોની હોકી ટીમે ગુરુવારે એશિયા કપ (Asia Cup 2022) હોકી ટૂર્નામેન્ટના સુપર ફોર તબક્કા માટે ક્વોલિફાય થવા માટે ઈન્ડોનેશિયાને 16-0થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી (Indian Hockey Team) લીધી, જ્યારે પાકિસ્તાનની સફરનો અંત આવ્યો.

આ પણ વાંચો:Ind Vs SA T-20 Series : ભારતીય ટીમનું થયું એલાન, IPL રમનારા આટલા ખેલાડીઓનો કરાયો સમાવેશ

સુપર ફોરમાં જગ્યા બનાવી: પૂલ Aમાં ભારત અને પાકિસ્તાન બંનેના ચાર પોઈન્ટ હતા અને બંને જાપાન પાછળ હતા. જોકે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે વધુ સારા ગોલ તફાવતને કારણે સુપર ફોરમાં જગ્યા બનાવી હતી. ભારતે આગલા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે ઈન્ડોનેશિયાને 15-0 અથવા તેનાથી વધુ સરસાઈથી હરાવવું પડ્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે દિપ્સન તિર્કીએ પાંચ ગોલ જ્યારે સુદેવ બેલીમાગાએ ત્રણ ગોલ કર્યા હતા.

પાકિસ્તાનનો જાપાન સામે પરાજય:ભારત તરફથી અનુભવી SV સુનીલ, પવન રાજભર અને કાર્તિ સેલ્વમે બે-બે ગોલ કર્યા હતા, જ્યારે ઉત્તમ સિંહ અને નીલમ સંદીપ સેસે એક-એક ગોલ કર્યા હતા. આ પહેલા ગુરુવારે અન્ય એક મેચમાં પાકિસ્તાનનો જાપાન સામે 2-3થી પરાજય થયો હતો.

16 ગોલ કરીને નોક આઉટ: આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1-1 થી બરાબર રહી હતી. તેમજ જાપાને ભારતને હરાવ્યું. આ પછી પાકિસ્તાન પણ જાપાન સામે હારી ગયું. આવી સ્થિતિમાં ભારતે સુપર-4 તબક્કામાં પ્રવેશવા માટે ઇન્ડોનેશિયાને ઓછામાં ઓછા 15 ગોલના માર્જિનથી હરાવવું પડ્યું હતું. તો જ ભારત ગોલ ડિફરન્સના આધારે પાડોશી દેશ પાકિસ્તાનને પાછળ છોડી શક્યું હોત. ભારતીય હોકી ટીમે ઇન્ડોનેશિયા સામે આવી જ રમત બતાવી અને 16 ગોલ કરીને નોક આઉટની ટિકિટ મેળવી.

આ પણ વાંચો:IPL 2022 : ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ સામે આ ટીમ ટકરાશે તેવી પ્રેક્ષકોને આશા

પાકિસ્તાનનું પત્તું વર્લ્ડ કપમાંથી કપાયું: ભારત ક્વોલિફાઈંગ ઉપરાંત જાપાન, કોરિયા અને મલેશિયા પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. જ્યારે પાકિસ્તાનનું પત્તું વર્લ્ડ કપમાંથી કપાઈ ગયું છે. બીજી તરફ આ એશિયા કપની વાત કરીએ તો જાપાન અને ભારત નોકઆઉટ મેચ માટે ક્વોલિફાય થઈ ગયા છે. એશિયા કપની ટેલીમાં જાપાનના 9 પોઈન્ટ છે જ્યારે ભારતના 4 પોઈન્ટ છે. ભારતે આ એશિયા કપમાં અત્યાર સુધીમાં 19 ગોલ કર્યા છે, જ્યારે 6 ગોલ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં તેનો સ્કોર +13 છે, જેના કારણે તેને આગળ વધવામાં મદદ મળી છે.

Last Updated : May 27, 2022, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details