નવી દિલ્હી: ભારતપે એ એક નિવેદનમાં(statement from Bharatpe) જણાવ્યું હતું કે, "આગામી બોર્ડ મીટિંગ માટે એજન્ડા પ્રાપ્ત થયાની મિનિટો પછી અશ્નીર ગ્રોવરે BharatPe ના મેનેજિંગ ડિરેક્ટર અને બોર્ડ ડિરેક્ટર તરીકે રાજીનામું(Ashneer Grover, managing director of fintech firm BharatPe) આપ્યું છે." કાર્યસૂચિમાં પીડબલ્યુસીના તેમના આચરણ અંગેના અહેવાલની રજૂઆત અને તેના આધારે કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાનમાં લેવાનો સમાવેશ થાય છે. બોર્ડ રિપોર્ટના તારણોના આધારે પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. આ સંબંધમાં ગ્રોવરને મોકલવામાં આવેલ પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નથી. આ પહેલા અશ્નીરે 19 જાન્યુઆરીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે હું 1 માર્ચથી રજા પર જઈ રહ્યો છું.
અશ્નીર ગ્રોવરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) એ બોર્ડની તપાસ સ્થગિત કરવાની અરજીને ફગાવી દીધાના એક દિવસ બાદ અશ્નીર ગ્રોવરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બોર્ડને સંબોધતા, તેમના રાજીનામા પત્રમાં, અશ્નીર ગ્રોવરે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમને બદનામ કરવા માટે આ શરમજનક રીતે કરવામાં આવ્યું છે. ગ્રોવરે લખ્યું કે, હું ભારે રાજીનામું લખી રહ્યો છું કારણ કે મને એવી કંપનીને અલવિદા કહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેનો હું સ્થાપક છું. હું ગર્વથી કહું છું કે આજે આ કંપની ફિનટેકની દુનિયામાં લીડર તરીકે ઉભી છે.
અશ્નીર ગ્રોવરે BharatPeના MD હતા
ફાઇનાન્શિયલ ટેક્નોલોજી ફર્મ BharatPe ના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવરને કંપનીમાં ચાલી રહેલી તપાસને રોકવા માટે તેમની સામે દાખલ કરવામાં આવેલી આર્બિટ્રેશન અરજીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગ્રોવરને સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC) તરફથી કોઈ રાહત મળી નથી. આર્બિટ્રેશન સેન્ટરે કહ્યું છે કે BharatPe માં ટોચના મેનેજમેન્ટની ભલામણ પર કરવામાં આવી રહેલી કાર્યકારી સમીક્ષાને રોકવા માટે કોઈ કારણ નથી. ગ્રોવરે, SIAC સાથે ફાઈલ કરેલી તેમની અરજીમાં, કંપનીના કામકાજની ચાલુ સમીક્ષા પર સ્ટે માંગ્યો હતો, એમ કહીને કે તેમની સામે કરવામાં આવી રહેલી તપાસ ગેરકાયદેસર છે. આ અરજી પર પહેલી સુનાવણી 20 ફેબ્રુઆરીએ થઈ હતી.
ગ્રોવરની તમામ માંગણીઓે નકારવામાં આવી
આર્બિટ્રેશન સેન્ટરના ઈમરજન્સી આર્બિટ્રેટરે ગ્રોવરની તમામ માંગણીઓને નકારીને બે દિવસ પહેલા કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો, જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રોવર આર્બિટ્રેટરના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી શકે છે. ભારતપે, જો કે, આ મામલો ન્યાયિક સુનાવણીનો વિષય હોવાથી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે ટિપ્પણી માટે ગ્રોવરનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો.