ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Lakhimpur Kheri Violence Case: લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય પ્રધાનના પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન - Chief Judiciary Magistrate Court

લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને જામીન મળી ગયા છે. 5000 પાનાની ચાર્જશીટમાં(Chargesheet in Lakhimpur Kheri violence case) SITએ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું હતું. આટલું જ નહીં, SIT અનુસાર, આશિષ ઘટનાસ્થળે હાજર હતો.

Lakhimpur Kheri Violence Case: લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય પ્રધાનના પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન
Lakhimpur Kheri Violence Case: લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય પ્રધાનના પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન

By

Published : Feb 10, 2022, 2:21 PM IST

Updated : Feb 10, 2022, 3:57 PM IST

લખનઉ, ઉત્તર પ્રદેશઃ લખીમપુર હિંસા કેસમાં ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આશિષ મિશ્રાને જામીન આપ્યા છે. આ ઘટનાની સુનાવણી પહેલા જ પુરી થઈ ગઈ છે. કોર્ટે હવે સુનાવણી કરી જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કાલ સુધીમાં આશિષ મિશ્રા જેલમાંથી બહાર આવી શકે છે.

ચાર્જશીટમાં SITએ મુખ્ય આરોપીને જણાવ્યો હતો

ઉત્તર પ્રદેશ એસઆઈટીએ તાજેતરમાં લખીમપુર હિંસા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 5000 પાનાની ચાર્જશીટમાં SITએ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને મુખ્ય આરોપી ( main accused is Ashish Mishra) તરીકે નામ આપ્યું હતું. આટલું જ નહીં, SIT અનુસાર, આશિષ ઘટનાસ્થળે હાજર હતો.

પોલીસે બેલેસ્ટિક રિપોર્ટના આધારે ફાયરિંગની પુષ્ટિ કરી

SITએ તેની તપાસમાં લખીમપુર હિંસામાં આશિષ મિશ્રાએ હથિયારોથી ફાયરિંગ કર્યું હોવાની પુષ્ટિ કરી હતી. આશિષ મિશ્રાની રિવોલ્વર અને રાઈફલથી પણ ફાયરિંગ થયું હતું. ચાર્જશીટમાં SITએ આશિષ મિશ્રા અને અંકિત દાસના લાયસન્સવાળા હથિયારોથી ફાયરિંગની વાત કરી હતી. જ્યારે આશિષ મિશ્રાએ કહ્યું હતું કે 1 વર્ષથી તેમના હથિયારોમાંથી કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. પોલીસે બેલેસ્ટિક રિપોર્ટના(Police report ballistic) આધારે ફાયરિંગની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચોઃલખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય પ્રધાનના પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન

હિંસા 3 ઓક્ટોબરના રોજ થઈ હતી

ઉત્તર પ્રદેશ એસઆઈટીએ તાજેતરમાં લખીમપુર હિંસા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 5000 પાનાની ચાર્જશીટમાં SITએ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું હતું. આટલું જ નહીં, SIT અનુસાર, આશિષ ઘટનાસ્થળે હાજર હતો.

જામીન ચૂંટણી પર અસર કરશે?

લખીમપુર હિંસા મામલે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. વિપક્ષ પણ કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી રહ્યો છે. પરંતુ હવે ચૂંટણીની વચ્ચે આશિષ મિશ્રાને જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં હવે વિપક્ષ આ મુદ્દાને કેવી રીતે ઉઠાવે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચોઃLakhimpur Kheri Violence Case: લખીમપુર હિંસા કેસમાં ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યપ્રધાનનો પુત્ર આશિષ મુખ્ય આરોપી

Last Updated : Feb 10, 2022, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details