- સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કરાઈ હતી ધરપકડ
- ક્રૂઝમાં ડ્રગ્સનું સેવન કરતા અન્ય 7ને NCB દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા
- મુંબઈની ફોર્ટ કોર્ટમાં ડ્રગ્સ કેસ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે
મુંબઈ, મહારાષ્ટ્ર :બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન ( Aryan Drugs Case)ની ધરપકડ કેસમાં સુનાવણી આજે સોમવારે મુંબઈની ફોર્ટ કોર્ટમાં કરવામાં આવી. જેમાં કોર્ટે આર્યનની પોલીસ કસ્ટડી 7 ઑક્ટોબર સુધી વધારી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ((Narcotics Control Bureau)ના વડા સમીર વાનખેડે સુનાવણીમાં હાજર રહ્યાં હતાં
આરોપીઓની કસ્ટડી વધારવા NCB કરી શકે છે માંગ
NCB એ રવિવારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને સાત અન્યની મુંબઈથી ક્રૂઝ જહાજમાંથી પ્રતિબંધિત માદક દ્રવ્યો જપ્ત કરવાના સંબંધમાં ધરપકડ કરી હતી. તેની સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બાદમાં કોર્ટે આર્યન સહિત ત્રણને NCBની કસ્ટડીમાં મોકલ્યા હતા.