- સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કરાઈ હતી ધરપકડ
- ક્રૂઝમાં ડ્રગ્સનું સેવન કરતા અન્ય 7ને NCB દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા
- આર્યને NCBની પૂછપરછમાં કહ્યું- 4 વર્ષથી ડ્રગ્સ લઉ છું
મુંબઈ, મહારાષ્ટ્ર : શાહરૂખ ખાન(Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની NCB દ્વારા રવિવારે મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાં થયેલી ડ્રગ્સ પાર્ટી(Drugs Party)ના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં આર્યનની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાંણે, અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કડક પૂછપરછને કારણે આર્યન ખાન તૂટી પડ્યો હતો અને રડ્યો હતો. આ સાથે આર્યને કબૂલાત કરી છે કે તે છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સનું સેવન કરે છે. એટલું જ નહીં, આર્યને એમ પણ કહ્યું કે, તેણે યુકે-દુબઈ સિવાય ઘણા દેશોમાં પણ ભારતની બહાર ડ્રગ્સ લીધું છે. તેની સાથે ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટ લગભગ 15 વર્ષથી મિત્રો છે.
આરોપીઓની કસ્ટડી વધારવા NCB કરી શકે છે માંગ
NCB એ રવિવારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને સાત અન્યની મુંબઈથી ક્રૂઝ જહાજમાંથી પ્રતિબંધિત માદક દ્રવ્યો જપ્ત કરવાના સંબંધમાં ધરપકડ કરી હતી. તેની સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બાદમાં કોર્ટે આર્યન સહિત ત્રણને NCBની કસ્ટડીમાં મોકલ્યા હતા. આ મામલે આજે સોમવારે ફરી કોર્ટમાં સુનાવણી થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, NCB આરોપીઓની કસ્ટડી વધારવાની માંગ કરી શકે છે.