ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મનીષ સિસોદિયાના જેલવાસ માટે ભાજપ સરકાર તૈયાર કરી રહી છેઃ કેજરીવાલ

દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીની (CBI Probe Against Delhi Excise Policy ) સીબીઆઈ તપાસના આદેશ બાદ રાજકીય હલચલ વધી ગઈ છે. આમ આદમી પાર્ટીની સરકાર અને LG ફરી એકવાર (AAP vs LG Delhi) સામસામે ઉભા છે. એલજીના આ નિર્ણય બાદ પહેલા આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ભાજપ (Aap Spokesperson Saurabh) પર વિકાસના કામમાં અડચણ ઉભી કરવાનો આરોપ લગાવ્યો, ત્યારબાદ દિલ્હીના મુખ્યપ્રધાન એ પોતે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાના પ્રધાનોને ભાજપ પર ફસાવવાના ષડયંત્રની વાત કરી.

મનીષ સિસોદિયાના જેલવાસ માટે ભાજપ સરકાર તૈયાર કરી રહી છેઃ કેજરીવાલ
મનીષ સિસોદિયાના જેલવાસ માટે ભાજપ સરકાર તૈયાર કરી રહી છેઃ કેજરીવાલ

By

Published : Jul 22, 2022, 4:43 PM IST

નવી દિલ્હીઃદિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીની CBI તપાસના (CBI Probe Against Delhi Excise Policy) આદેશ બાદ રાજકીય હલચલ વધી ગઈ છે. એક પ્રેસ કોન્ફરન્સમાં શુક્રવારે દિલ્હીના મુખ્યપ્રધાન એ પોતાના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસાદિયાનો બચાવ (AAP vs LG Delhi) કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તેને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે. મનીષ સિસોદિયા (Allegation on Manish Sisodia) પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. પહેલીવાર જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે દિલ્હીમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ હતી. શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ દિવસ-રાત મહેનત કરીને દિલ્હી સરકારની સરકારી શાળાઓને સારી બનાવી છે.

મનીષ સિસોદિયાના જેલવાસ માટે ભાજપ સરકાર તૈયાર કરી રહી છેઃ કેજરીવાલ

આ પણ વાંચોઃ કોરોના પછી તિરુમાલા દેવસ્થાનમને 2 વર્ષમાં મળ્યુ 1500 કરોડનુ દાન

શિક્ષણ પર કામ કર્યુંઃઆ સાથે તેમણે કહ્યું કે, એવી રીતે કામ કર્યું કે ગરીબ અને અમીર બંનેના બાળકોને સમાન પ્રકારનું શિક્ષણ મળે. હવે અમીર અને ગરીબ બંનેના બાળકો એક જ બેંચ પર બેસીને ભણે છે. મનીષ સિસોદિયાએ માત્ર દિલ્હીની શાળાઓ જ ઠીક કરી નથી, તેમણે દેશના કરોડો બાળકોને આશા આપી છે કે સરકારી શાળાઓ પણ સારી થઈ શકે છે. સવારે 6 વાગ્યે મનીષ સિસોદિયા અલગ-અલગ શાળાઓની મુલાકાત લેવા તેમના ઘરેથી નીકળે છે. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે સવાલ કર્યો હતો કે કોણ ભ્રષ્ટાચારી છે જે સવારે 6 વાગે શાળાઓની મુલાકાતે જાય છે અને બાળકોનું ભવિષ્ય બનાવે છે.

જેલવાસનો ડર નથીઃ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી જેલથી ડરતી નથી. અમે ભગતસિંહને અમારા આદર્શ માનીએ છીએ, જેમણે અંગ્રેજો સામે ઝુકવાની ના પાડી અને ફાંસી પર લટકાવી દીધા. અમે જેલથી ડરતા નથી, અમે ઘણી વખત જેલમાંથી આવ્યા છીએ.સીએમ કેજરીવાલે કહ્યું કે વિચારવા જેવી વાત છે કે આ લોકો હાથ ધોઈને અમારી પાછળ કેમ પડ્યા છે. ખબર નહીં કેટલા ધારાસભ્યોને જેલમાં મોકલવામાં આવ્યા છે, બધા મુક્ત થઈ ગયા છે. તેઓએ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે, હવે તેઓ મનીષ સિસોદિયાની ધરપકડ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.

આ પણ વાંચોઃ ખાનગી સ્કૂલ બસમાં લાગી ભીષણ આગ, બાળકોનો આબાદ બચાવ

ખોટા કેસ કરીને કાદવ ઉછાળેઃઆમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવાના ત્રણ કારણો છે. પ્રથમ, આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રામાણિક છે. આખા દેશને આ વાતની ખાતરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના લોકો ઈમાનદાર છે. આ લોકો ખોટા કેસ કરીને આમ આદમી પાર્ટી પર કાદવ ઉછાળવા માંગે છે. બીજું કારણ કે, પંજાબમાં જ્યારથી આમ આદમી પાર્ટીની જીત થઈ છે ત્યારથી આખા દેશમાં આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. તેઓ આમ આદમી પાર્ટીને દેશમાં વધતી રોકવા માંગે છે. પરંતુ તે ગમે તે કરે, આમ આદમી પાર્ટીને દેશભરમાં ફેલાતા કોઈ રોકી શકશે નહીં. આમ આદમી પાર્ટી આખા દેશની આશા બની ગઈ છે.

કામ ચાલું રહેશેઃઆ લોકો દિલ્હીના કામો રોકવા માંગે છે. દિલ્હીમાં જે અદ્ભુત કામ થયું છે. સિંગાપોર સરકારે, જેમાં તેણે આખી દુનિયાના મેયરને કેજરીવાલને બોલાવ્યા, કેજરીવાલને ફોન કરીને કહ્યું કે દિલ્હીમાં આવું શું કામ થયું. દિલ્હીના કામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આથી તેઓ પહેલા દિલ્હીના આરોગ્ય પ્રધાનને જેલમાં ધકેલી દે છે. હવે શિક્ષણ પ્રધાનને જેલમાં ધકેલી દેવા માંગે છે. પરંતુ હું દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગુ છું કે દિલ્હીમાં વિકાસનું કામ અટકશે નહીં. ટૂંક સમયમાં જ સત્યેન્દ્ર જૈન જેલમાંથી મુક્ત થશે અને પહેલાની જેમ તેમનું કામ ચાલુ રાખશે.

ABOUT THE AUTHOR

...view details