ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ સીબીઆઈ તપાસમાં સહયોગ કરશે એવી ખાતરી આતિશીએ આપી - Arvind Kejriwal CBI probe

સીબીઆઈએ દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટી પર કાર્યવાહી શરૂ કરી છે. હવે સીબીઆઈએ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તારીખ 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા તપાસ એજન્સીએ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. આજે સવારે 9 વાગે દિલ્હી સરકારના પ્રધાન આતિશીએ મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ સીબીઆઈ તપાસમાં સહયોગ કરશે: આતિશી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ સીબીઆઈ તપાસમાં સહયોગ કરશે: આતિશી

By

Published : Apr 15, 2023, 2:01 PM IST

નવી દિલ્હી:લોકસભાની ચૂંટણીના શંખ રાજકીય રીતે ફુંકાઇ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. વિપક્ષને વિચારવાનો જ મોકો હવે ભાજપ સરકાર આપી રહી નથી તેવું જોવા મળી રહ્યું છે. શાસક સરકાર દરેક વિપક્ષને બોદી કરી દેવા માગે છે. પહેલા મનીષ સિસોદિયા, રાહુલ ગાંધી અને હવે કેજરીવાલ એક પછી એક વાર થઇ રહ્યા છે. આજે સવારે આમ આદમી પાર્ટીના આતિશીએ મોદી પર આકરા પ્રહાર કર્યા છે.

પૂછપરછ માટે સમન્સ:જ્યારથી સીબીઆઈએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને શરાબ કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. ત્યારથી આમ આદમી પાર્ટી સતત પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી રહી છે. શુક્રવારે સાંજે 6 વાગે રાજ્યસભા સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં મોદી પર નિશાન સાધ્યું, સવારે 9 વાગે દિલ્હી સરકારમાં પ્રધાન આતિશીએ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. સતત આપના કાર્યકરોને કોઇને કોઇ કેસને લઇને પૂછપરછ માટે બોલાવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો Delhi Liquor Scam: ના હોય... CBI પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ કરી શકે

ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે: દિલ્હીના શિક્ષણ પ્રધાનએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભામાં મોદીના કાર્યકાળના 10 વર્ષ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારનો એક પછી એક પર્દાફાશ કરી રહ્યા છે. તેથી મોદીની તપાસ એજન્સી કેજરીવાલને ધમકાવીને રોકવા માંગે છે. આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સીબીઆઈ તપાસમાં સહકાર આપશે. જરૂર પડશે તો દેશ અને દિલ્હીનો દરેક નાગરિક રસ્તા પર ઉતરવાનું કામ કરશે. મોદી કેજરીવાલને તેમના કૌભાંડોથી બચવા માટે ચૂપ કરાવવા માંગે છે. પરંતુ અમે ડરતા નથી. તે જેટલા અમને રોકશે તેટલી જ મજબૂતીથી અમે મોદીના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીશું.

આ પણ વાંચો Mehul Choksi: કોર્ટના આદેશ વિના મેહુલ ચોક્સીને એન્ટિગુઆમાંથી હટાવી શકાય નહીં

આરોપને સાબિત કરી શકી નથી:બધા જાણે છે કે ગઈકાલે સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. અરવિંદના ઘરેથી તેની ઓફિસમાંથી કરોડો રૂપિયા મળ્યા છે. તેના સાથીદારોના ઘરેથી સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આમ આદમી પાર્ટીના એક પણ પ્રધાન કે ધારાસભ્ય તરફથી ભ્રષ્ટાચારનો એક પણ મામલો સામે આવ્યો નથી. મોદીની તપાસ એજન્સી આજ સુધી એ સાબિત કરી શકી નથી કે AAP નેતાઓએ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો છે, જ્યારે હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગુજરાતમાં આપનું ભંગાણ: એક બાજુ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને શરાબ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવામાં આવ્યા છે. જેને લઇને આમ આદમી પાર્ટી ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. તો બીજી બાજુ ગુજરાતમાં આપનું ભંગાણ જોવા મળ્યું છે. સુરત શહેરના 10 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેને લઇને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તમામ જોડાયેલા કોર્પોરેટરોને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હસ્તે ભાજપનો કેસ અને ટોપી પહેરાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details