- પ્રેમની નિશાની તાજમહાલ (Taj Mahal)ના મુલાકાતીઓ માટે સારા સમાચાર આવ્યા
- હવે પ્રવાસીઓ મુનલાઈટમાં પણ તાજમહાલ (Taj Mahal)ના દર્શન કરી શકશે
- 17 મહિના પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ તરફથી મુનલાઈટ વ્યૂ માટે ખોલી દેવાયો
આગરાઃ પ્રેમની નિશાની તાજમહાલ (Taj Mahal)ને પ્રવાસીઓ હવે અક અલગ જ અંદાજમાં જોઈ શકશે. હવે શનિવારથી પ્રવાસીઓ મુનલાઈટમાં પણ તાજનો દિદાર કરી શકશે. 17 મહિના પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ તરફથી તાજમહાલ મુનલાઈટ વ્યૂ માટે શરૂ કરી દેવાયો છે. શુક્રવારે તાજમહાલ (Taj Mahal)ના મુનલાઈટ વ્યૂ (Moonlight view)ની ટિકિટ જાહેર કરવામાં આવી છે. રાત્રિ કરફ્યૂના કારણે 50-50 પ્રવાસીઓના ત્રણ ગૃપની તાજમહાલ (Taj Mahal)માં એન્ટ્રી કરશે. પહેલા દિવસે તાજમહાલના (Taj Mahal) મુનલાઈટ (Moonlight view) દિદારની 150 ટિકિટમાં 133ની બુકિંગ થઈ છે. ઉત્તરપ્રદેશ સરકારે ભલે જ રવિવારે લૉકડાઉન (Lockdown) હટાવી લીધું છે, પરંતુ હજી પણ તાજમહાલના (Taj Mahal) પ્રવાસીઓ માટે રવિવારે ખૂલવા અંગે અસમંજસ યથાવત્ છે.
આ પણ વાંચો-સી-પ્લેન સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ફરી શરૂ થાય તેવી સંભાવના
પહેલા દિવસે 133 પ્રવાસીઓ મુનલાઈટ (Moonlight)માં તાજમહાલ જોશે
આપને જણાવી દઈએ કે, કોરોના સંક્રમણના કારણે 17 માર્ચ 2020એ ASIના દેશભરના તમામ સંરક્ષિત સ્મારક બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજમહાલ અને આગરા કિલ્લા 21 સપ્ટેમ્બર 2020ને પ્રવાસીઓ માટે અનલૉક કરવામાં આવ્યા હતા, પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે 15 એપ્રિલે તાજમહાલ સહિત આગરાના તમામ સ્મારક પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા હતા. ભલે 60 દિવસ પછી પ્રવાસીઓ માટે તાજ 'અનલૉક' કરી દીધો. તો પણ ચાંદની રાતમાં તાજમહાલના દિદાર પર લગભગ 17 મહિનામાં તાળા લાગ્યા હતા, જે હવે 21 ઓગસ્ટે ખૂલી જશે.
આ પણ વાંચો-નવસારીની ઘણી શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી અને એકમ કસોટી શરૂ