ન્યૂઝ ડેસ્ક:શિયાળાનીઋતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ પરફેક્ટ છે, (Get rid of dandruff by using eggs) કારણ કે આ દિવસોમાં ઘણા બધા લીલા શાકભાજી ઉપલબ્ધ છે. તેમજ શિયાળામાં દરેક પ્રકારનો ખોરાક સરળતાથી પચી જાય છે. પરંતુ શિયાળો વાળ અને ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આ સમયે ગાલ અને હોઠ ફાટવા સામાન્ય છે. સાથે જ વાળમાં ડેન્ડ્રફની પણ ઘણી સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા શુષ્ક અને નિર્જીવ વાળથી પરેશાન છો, તો આજથી જ ઈંડા ખાવાની સાથે તેને લગાવવાનું શરૂ કરો. એક નાનું ઈંડું પણ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે, ઈંડાનો હેર માસ્ક કેવી રીતે (How to make an egg hair mask) બનાવી શકાય અને તેને તમારા વાળમાં લગાવો.
ઇંડા અને દહીં:જો તમે ઈચ્છો છો કે, તમારા વાળ ડેન્ડ્રફ ફ્રી રહે તો ઈંડામાં દહીં (Add curd to egg and apply) નાખીને લગાવો. આના માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, માત્ર એક ઈંડામાં 4 થી 5 ચમચી દહીં અને એક ચમચી લીંબુનો રસ નાખીને તેને સારી રીતે મિક્સ કરીને તમારા વાળમાં લગાવો. હવે તમારા વાળને 1 કલાક પછી શેમ્પૂથી સારી રીતે ધોઈ લો.