ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સામે લડવા વધુ એક શસ્ત્ર તૈયાર, સિરમ ઈન્સ્ટિટ્યૂટ સપ્ટેમ્બરથી કોરોનાની વેક્સિન સ્પૂતનિક-વીનું ઉત્પાદન શરૂ કરશે - કોરોના વાઈરસ

કોરોના મહામારી સામે લડવા માટે વધુ એક રશિયન વેક્સિન આવી છે, જેનું નામ છે સ્પૂતનિક-વી (Sputnik-V). સિરમ ઈન્સ્ટિટ્યૂટ આ વેક્સિનનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં શરૂ કરશે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ના CEO કિરિલ દિમીત્રીવે કહ્યું હતું કે, RDIFને વિશ્વની સૌથી મોટા વેક્સિન ઉત્પાદન કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો સાથ સહયોગ કરવામાં ખુશી થઈ રહી છે. ટેકનોલોજી સ્થાનાંતરણની સાથે અમે આશા કરીએ છીએ કે, આગામી મહિનાઓમાં SIIની સાથે સંયુક્ત રીતે વેક્સિનની પહેલી બેચનું ઉત્પાદન કરાશે.

કોરોના સામે લડવા વધુ એક શસ્ત્ર તૈયાર, સિરમ ઈન્સ્ટિટ્યૂટ સપ્ટેમ્બરથી કોરોનાની વેક્સિન સ્પૂતનિક-વીનું ઉત્પાદન શરૂ કરશે
કોરોના સામે લડવા વધુ એક શસ્ત્ર તૈયાર, સિરમ ઈન્સ્ટિટ્યૂટ સપ્ટેમ્બરથી કોરોનાની વેક્સિન સ્પૂતનિક-વીનું ઉત્પાદન શરૂ કરશે

By

Published : Jul 14, 2021, 2:10 PM IST

  • કોરોના સામે લડવા માટે વધુ એક વેક્સિન આવી બજારમાં
  • સિરમ ઈન્સ્ટિટ્યૂટ સપ્ટેમ્બરથી સ્પૂતનિક-વી (Sputnik-V) વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે
  • રશિયન સ્પૂતનિક-વી (Sputnik-V) વેક્સિનનું દર વર્ષે 30 કરોડથી વધુનું ઉત્પાદન થશે

મોસ્કોઃ કોરોના સામે લડવા માટે અત્યારે અમોઘ શસ્ત્ર વેક્સિન જ છે. તેવામાં અત્યાર સુધી અનેક વેક્સિન આવી ચૂકી છે. ત્યારે વધુ એક રશિયન વેક્સિનનો ઉંમેરો થયો છે. તો હવે રશિયન સ્પૂતનિક-વી (Sputnik-V) વેક્સિનનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં શરૂ થશે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (Russian Direct Investment Fund- RDIF) અને સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India- SII)એ મંગળવારે SIIની સુવિધાઓમાં સપ્ટેમ્બરમાં કોરોના વાઈરસ (Russian vaccine against corona virus) સામે લડનારી રશિયન વેક્સિન સ્પૂતનિક-વી (Sputnik V)ની પહેલી બેચનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. કંપનીનો ઉદ્દેશ ભારતમાં દરવર્ષે વેક્સિનનના 30 કરોડથી વધારે ડોઝ ઉત્પાદન કરવાનો છે.

આ પણ વાંચો-કોવિશિલ્ડને EU તરફથી લીલી ઝંડી ન મળી, Adar Poonawalaએ કહ્યું રાજદ્વારી સ્તર પર કરશે ચર્ચા

RIDFએ SII સાથે ઉત્પાદન કરવામાં ખુશી વ્યક્ત કરી

ટેક્નિકલ ટ્રાન્સફરની પ્રક્રિયા અંતર્ગત SIIને ગમલેયા સેન્ટરથી સેલ અને વેક્ટર નમૂના પહેલાથી જ મળી ચૂક્યા છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી તેની આયાતની મંજૂરી મળવાની સાથે કલ્ટીવેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. RDIFના CEO કિરિલ દિમિત્રીવે જણાવ્યું હતું કે, RIDFને વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદન સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે સહયોગ કરવામાં પ્રસન્નતા થઈ રહી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી ભારત અને વિશ્વભરમાં જીવન બચાવવા માટે બલો અને વિશેષતામાં શામેલ થવાનું એક આદર્શ ઉદાહરણ પ્રદર્શિત કરતા અમારી ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે મોટું પગલું છે.

આ પણ વાંચો-સ્પુટનિક Vનું ભારતમાં થશે નિર્માણ, સીરમ ઇન્સ્ટિટ્યૂટને મળી મંજૂરી

તો આ તરફ SIIના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, હું સ્પૂતનિક (Sputnik-V) વેક્સિનના નિર્માણ માટે RDIFની સાથે ભાગીદારી કરીને ખુશ છું. અમે સપ્ટેમ્બરના મહિનામાં પરીક્ષણ બેચોની સાથે આવનારા મહિનાઓમાં લાખો ડોઝ બનાવવાની આશા કરીએ છીએ. ઉચ્ચ અસરકારકતા અને એક સારી સુરક્ષા પ્રોફાઈલ સાથે એ મહત્વપૂર્ણ છે કે, સ્પૂતનિક વેક્સિન ભારત અને વિશ્વભરના લોકો માટે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ થાય. વાઈરસની અનિશ્ચિતતાને જોતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સરકારો માટે એ મહત્ત્વપૂર્ણ છે કે, તેઓ સહયોગ કરે અને મહામારી સામેની લડાઈને આગળ વધારે.

સ્પૂતનિક-વી (Sputnik-V) 97 ટકા અસરકારક, અભ્યાસમાં સામે આવી માહિતી

સ્પૂતનિક-વી (Sputnik-V) વેક્સિન માનવ એડેનોવાઈરલ વેક્ટરના એક સિદ્ધ અને સારી રીતે અભ્યાસ કરેલા પ્લેટફોર્મ પર આધારિત છે. વેક્સિનના 2 ડોઝ છે અને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સ્પૂતનિક વી (Sputnik-V) વેક્સિન 97.6 ટકા અસરકારક છે. તેની કિંમત પ્રતિ ડોઝ 10 ડોલરથી ઓછી છે, જે વિશ્વભરમાં ખૂબ જ વ્યાજભી ભાવે વેક્સિન બનાવે છે.

ABOUT THE AUTHOR

...view details