હૈદરાબાદઃ દેશની આઝાદી અંગે વિવાદાસ્પદ નિવેદન (Kangana Ranaut's statement on the India's independence) આપનારી અભિનેત્રી કંગના રણૌતની મુશ્કેલીઓ ફરી એક વાર (Kangna Ranaut's difficulty increased) વધી છે. આ મામલે કોંગ્રેસના મહાસચિવ ભરતસિંહે 28 ડિસેમ્બરે કંગના રણૌત સામે મુંબઈમાં ફરિયાદ (Complaint against Kangana Ranaut in Mumbai) દાખલ કરી છે. તો એડવોકેટ આશિષ રાય અને અંકિત ઉપાધ્યાય દ્વારા વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ (Another Complaint filed against Kangana Ranaut) કરવામાં આવી છે.
ફરિયાદમાં શેનો ઉલ્લેખ?
કંગના રણૌત સામે જે ફરિયાદ નોંધવામાં (Another Complaint filed against Kangana Ranaut) આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કંગનાનું આ બેફામ અને બેજવાબદાર નિવેદન ટીવીના માધ્યમથી વિશ્વભરમાં જોવા મળ્યું હતું. અભિનેત્રીએ આ નિવેદનમાં ભારતીય નાગરિકો, મહાન પૂર્વ સ્વતંત્રતા સૈનિકો, નાયકો અને પૂર્વ નેતાઓની રાષ્ટ્રીય ગરિમા અને સન્માનને પણ ઠેસ પહોંચાડી છે.
આ પણ વાંચો-Bollywood Year Ender 2021: ફક્ત એક જ ક્લિકમાં જાણો, આ વર્ષની હિટ અને ફ્લોપ ફિલ્મો
કંગનાનું બેફામ નિવેદન
હાલમાં જ એક ટીવી ડિબેટમાં પહોંચેલી કંગના રણૌતે એ કહીને દેશવાસીઓને નિરાશ કર્યા હતા કે, વર્ષ 1947માં મળેલી આઝાદી ભીખમાં મળેલી (Kangana Ranaut's statement on the India's independence) આઝાદી છે અને સાચી આઝાદી તો વર્ષ 2014માં મળી છે. કંગનાના આ વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર (Kangna Ranaut's difficulty increased) દેશનો ગુસ્સો જ્વાળામુખીથી તેજ ઉકળી રહ્યો હતો.