- યેદિયુરપ્પાના દિકરાના સાથીઓ પર ITના દરોડા
- 750 કરોડ રૂપિયાની બેનાવી સંપત્તિ મળી આવી
- 40 વ્યક્તિઓના નામે બનાવટી સબ-કોન્ટ્રાક્ટ ખર્ચ બૂક કરાવ્યો હતો
નવી દિલ્હી: આવકવેરા વિભાગે (Income Tax Department) કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પાના (Yediyurappa Former CM of Karnataka) પુત્ર બીવાય વિજયેન્દ્ર (B. Y. Vijayendra)ના સહયોગી કોન્ટ્રાક્ટર્સ પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન આવકવેરા વિભાગને 750 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ (Anonymous assets)મળી આવી છે. આ ત્રણેય કોન્ટ્રાક્ટર્સ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્રના સહયોગી હોવાનું માનવામાં આવે છે.
મજૂરો પર વધારે પડતો ખર્ચ દર્શાવતા હતા
આવકવેરા વિભાગની પોલિસી બનાવતી એજન્સી CBDT દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, "આ ત્રણેય જૂથો બોગસ ખરીદીઓ, મજૂરો પર જરૂરિયાતથી વધુ પડતો ખર્ચ, બોગસ પેટા-કરાર ખર્ચનું બૂકિંગ વગેરે કરીને તેમની આવક ઓછી દર્શાવી રહ્યા હતા."
40 વ્યક્તિઓના નામે બનાવટી સબ-કોન્ટ્રાક્ટ ખર્ચ બૂક
નિવેદન પ્રમાણે, "તપાસમાં સામે આવ્યું છે કે એક જૂથે આવા 40 વ્યક્તિઓના નામે બનાવટી સબ-કોન્ટ્રાક્ટ ખર્ચ બૂક કરાવ્યો છે જેનો બાંધકામ ક્ષેત્ર સાથે કોઈ સંબંધ નથી." તેમાં જણાવવામાં આવ્યું છે કે આ લોકો (40 વ્યક્તિઓ)એ ગરબડની વાત સ્વીકારી છે.