ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Anil Antony Joined BJP: કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા - કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીના પુત્ર

કેરળના પૂર્વ મુખ્યપ્રધાન એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા હતા. નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. એ.કે.એન્ટની કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન જેવા મહત્વના પદ પર રહી ચૂક્યા છે.

કેરળના પૂર્વ મુખ્યપ્રધાન એકે એન્ટોની
કેરળના પૂર્વ મુખ્યપ્રધાન એકે એન્ટોની

By

Published : Apr 6, 2023, 8:15 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યપ્રધાન એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ, કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરન, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ, રાજ્યસભાના સભ્ય અને ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં અનિલ એન્ટની દિલ્હી બીજેપી મુખ્યાલયમાં પાર્ટીમાં જોડાયા હતા.

કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું:અનિલે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ગુજરાતમાં 2002ના રમખાણો પર આધારિત ડોક્યુમેન્ટ્રીને ભારતીય સંસ્થાઓના મંતવ્યો પર ખતરનાક વલણ ગણાવતા તેમણે કહ્યું કે તે દેશની સાર્વભૌમત્વને અસર કરશે. આ પ્રતિક્રિયા બાદ તેમને કોંગ્રેસની અંદરથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાજપ સાથે હાથ મિલાવવાનો નિર્ણય ખોટો: એ.કે.એન્ટની કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન જેવા મહત્વના પદ પર રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે અનિલનો ભાજપ સાથે હાથ મિલાવવાનો નિર્ણય ખોટો છે. તેને ઘણું દુઃખ થયું. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ જ્યારે દેશની એકતા પર જ સવાલ ઉઠાવી રહ્યો હતો ત્યારે આવો નિર્ણય લેવાયો ન હતો. દેશ એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં ભાજપના શાસનમાં બહુલવાદ અને ધર્મનિરપેક્ષતાને પડકારવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:Tiranga March: વિરોધ પક્ષો દ્વારા 'તિરંગા માર્ચ'નું આયોજન, ખડગેએ કેન્દ્ર સરકાર પર ઉઠાવ્યા સવાલ

મરતા સુધી કોંગ્રેસી જ રહીશ: એકે એન્ટોનીએ વધુમાં કહ્યું કે તેઓ મરતા સુધી કોંગ્રેસી જ રહેશે. અનિલ કે એન્ટોનીને લગતા કોઈપણ મુદ્દા પર ફરી ક્યારેય ટિપ્પણી નહીં કરે. ગાંધી પરિવારે દેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમને નકારવા માટે કોઈ સ્ટેન્ડ ન લેવું જોઈએ. હું વૃદ્ધ છું મને ખબર નથી કે હું કેટલો સમય જીવીશ. લાંબુ જીવવાની ઈચ્છા નથી, પણ મરતા સુધી કોંગ્રેસી જ રહીશ.

આ પણ વાંચો:Bihar News : શિક્ષણપ્રધાન ચંદ્રશેખર 15 વર્ષથી કોલેજમાં નથી ગયા, પરંતુ પ્રોફેસર તરીકે લઈ રહ્યા છે પગાર

પિતાનું અપમાન કરવાનો પ્રશ્ન નથી: પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં કામ કરી રહેલા ભાજપના તમામ સભ્યો, કાર્યકરો અને પદાધિકારીઓને હું મારી શુભેચ્છા પાઠવું છું. છેલ્લા 9 વર્ષોમાં, મોદીજીની સરકારે સુશાસન આપ્યું છે અને સુનિશ્ચિત કર્યું છે કે કલ્યાણકારી પગલાંનો લાભ પિરામિડના છેલ્લા માણસ સુધી પહોંચે. ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લેતા અનિલ એંટનીએ કહ્યું કે મારા પિતા અને મારા અલગ અલગ વિચારો છે, પરંતુ મેં મારા જીવનમાં હંમેશા તેમનો સૌથી વધુ આદર કર્યો છે અને હંમેશા કરીશ. તેથી મારા પિતાનું અપમાન કરવાનો પ્રશ્ન જ નથી.

(PTI-ભાષા)

ABOUT THE AUTHOR

...view details