- આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં બાઈકસવાર પર રીંછે મારી હતી તરાપ
- જાવા મોટરસાઈકલ્સની ટીમને પણ કરી ટેગ
ન્યૂઝ ડેસ્ક : આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ બાઇકસવાર પર તરાપ મારતા રીંછનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાએ વીડિયો સાથે લખેલા કેપ્શનથી એવું લાગે છે કે, આ વીડિયો તમિલનાડુમાં આવેલી નીલગિરિ પર્વતમાળાનો છે. વીડિયોમાં 52,000થી વધુ વ્યૂઝ છે.
adrenaline rush અપાવતો વીડિયો
આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, " ક્યાંક નિલગિરીની પર્વતમાળાઓમાં…. જો તમે એડ્રેનલિન રશ (adrenaline rush) અપાવતો વીડિયો જોવા ઈચ્છતા હોવ તો વીડિયોના અંત સુધી જૂઓ…" આ સાથે તેમણે જાવા મોટરસાઈકલ્સ (Jawa motorcycles) ટીમને પણ ટેગ કરી હતી અને તેમના માટે સૂચન છોડ્યું હતું કે, આપણે બાઈક સાથે આ અંગે વોર્નિંગ પણ આપવી જોઈએ.