મુંબઇ: ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાએ ખેડૂતો સાથે બળનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે નિવેદન આપ્યું છે.
દિલ્હી આવતા ખેડૂતો સાથે આતંકવાદી જેવો વ્યવહાર: સંજય રાઉત - ખાલિસ્તાન
શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે "આતંકવાદીઓ" ની જેમ વર્તી રહી છે. દેશની સુરક્ષા માટે તે સારું નથી.
શિવસેનાના નેતા સંજય રાઉત
લોકોને ખાલિસ્તાનની વાત કરીને જૂના દિવસોની યાદ અપાવો છો: રાઉત
સંજય રાઉતે જણાવ્યું કે, જેવી રીતે ખેડૂતોને દિલ્હી આવતા રોકવામાં આવ્યા છે, ત્યારે એવું લાગે છે કે, તે કોઇ અન્ય દેશમાંથી આવ્યા હોય. તેમણે કહ્યું કે, હરિયાણા અને પંજાબથી આવેલા ખેડૂતોને વિભાજનવાદી કહેવું ખોટું છે. રાઉતે કહ્યું કે, તમે લોકોને ખાલિસ્તાનની વાત કરીને જૂના દિવસોની યાદ અપાવો છો, દેશની સુરક્ષા માટે તે સારું નથી.