ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Amul hikes milk Price: અમૂલે પ્રતિ લીટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો

ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છએ. દૂધના ભાવમાં પ્રતિ લીટર ત્રણ રૂપિયાનો વધારો કરાયાની જાહેરાત કરાઈ છે. આ નવા ભાવ તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવ્યા છે.

Amul hikes milk by Rs 3 per litre, new prices will be applicable from February 3
Amul hikes milk by Rs 3 per litre, new prices will be applicable from February 3

By

Published : Feb 3, 2023, 10:20 AM IST

ગુજરાત: સામાન્ય બજેટની અસર દેખાવા લાગી છે. અમૂલે આજે સવારે મોટો ઝટકો આપ્યો છે. નિવેદન જાહેર કરતાં અમૂલે કહ્યું કે આજથી દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ કિંમતો આજથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અમૂલે ઓક્ટોબરમાં કિંમતોમાં વધારો કર્યો હતો. નવીનતમ માહિતી અનુસાર, અમૂલના તાજા અડધા લિટરની કિંમત હવે રૂ.27 થઈ ગઈ છે. તે જ સમયે, 1 લીટરની કિંમત 54 રૂપિયા થઈ ગઈ છે.

ગુજરાત સિવાયના રાજ્યોમાં ભાવ વધારો લાગૂ પડશે:જનતાને વધુ એક વખત મોંધવારીનો માર પડ્યો છે. જેમાં અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો થયો છે. ત્યારે પ્રતિ લિટર રૂ.3નો વધારો કરતા વહે સવારની ચા મોંઘી થવાની છે. તેમાં તાજાના એક લિટરના ભાવ રૂ.54 થયા છે. તેમજ ગોલ્ડના એક લિટરનો રૂ.66 ભાવ થયો છે. તથા અમૂલે ઘણી વખત ભાવ વધાર્યા છે. જેમાં ગુજરાત સિવાયના રાજ્યોમાં ભાવ વધારો લાગૂ પડશે.

પહેલા પણ અમૂલે ઘણી વખત ભાવ વધાર્યા:માત્ર દૂધ જ નહી પરંતુ અમૂલ દહીં અને અન્ય વસ્તુઓ પર પણ ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જો કે આ પહેલા પણ અમૂલે ઘણી વખત ભાવ વધાર્યા છે આજે ગોલ્ડના એક લિટરનો રૂ.66 ભાવ થયો છે. તેમજ મહારાષ્ટ્રમાં ખાનગી અને સહકારી ડેરીઓના સંગઠને દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, અને આજથી જ આ વધારો અમલમાં આવી ગયો છે.

આ પણ વાંચોUnion Budget 2023 : બજેટનો સૌથી વધુ લાભ લેનાર ગુજરાત રાજ્ય બનશે : મુખ્યપ્રધાન

અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો: હવે અમુલ 500 ગ્રામ તાજા દૂધની થેલી 27 રુપિયાની મળશે. જ્યારે 1 લીટરના 54 રુપિયા ચૂકવવા પડશે. અમુલ ગોલ્ડ એટલે કે ફુલ ક્રીમ દૂધ 500 ગ્રામ 33 રુપિયાનું મળશે, જ્યારે તેના 1 લીટર માટે 66 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગાયના દૂધના એક લિટરની કિંમત વધીને 56 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અડધા લીટર માટે 28 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ભેંસનું A2 દૂધ હવે 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.

આ પણ વાંચોVegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવ ફરી નોર્મલ ફેરફાર

વિપક્ષના ભાજપ સરકાર પર સવાલ: કોંગ્રેસે 'અચ્છે દિન'નો ઉલ્લેખ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું કે છેલ્લા 1 વર્ષમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 8 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details