છત્તીસગઢ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કુંકુરીમાં છત્તીસગઢ ચૂંટણી પ્રચાર દરમિયાન વિષ્ણુ દેવ સાઈને મોટા માણસ બનાવવાનું વચન આપ્યું હતું. વિષ્ણુ દેવ સાઈ કદાચ વચન ભૂલી ગયા હશે, પરંતુ આજે જ્યારે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેઓનું નામ જાહેર થયું ત્યારે વિષ્ણુ સાઈના કાનમાં અમિત શાહના શબ્દો ગુંજવા લાગ્યા હતા. તમે વિષ્ણુ દેવ સાઈને વિધાયક બનાવો, તેમને મોટા માણસ બનાવવાનું કામ અમે કરીશું, અમિત શાહે કુંકુરીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા આ વચન આપ્યું હતું. આ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય યુડી મિંજને 25,541 મતોની સરસાઈથી હરાવીને વિષ્ણુ સાઈએ જીત મેળવી હતી.
મોટાભાઈનું વચન :અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે, જો તમે વિષ્ણુ દેવને ચૂંટશો, તો હું તેમને મોટો માણસ બનાવીશ. જનતા અને સાઈ બંનેએ આ બાબતને માત્ર ચૂંટણી પ્રચારનો એક ભાગ ગણ્યો હતો. પરંતુ જ્યારે ભાજપના નિરીક્ષકોએ બીજેપી વિધાનસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન પદ માટે સાઈના નામની જાહેરાત કરી ત્યારે સાઈએ અમિત શાહનું વચન યાદ કર્યું હશે. તેમણે પોતાને અને જનતાને આપેલું વચન પૂરું કર્યું. વિષ્ણુ સાઈ છત્તીસગઢના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.
ભાજપનો માસ્ટર સ્ટ્રોક : 2023 માં નવા ચહેરાઓને તક આપીને છત્તીસગઢની 2024 ની લોકસભાની ચૂંટણીમાં જીત અપાવવાનો ભાજપનો ઇરાદો છે. જે રીતે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે ભારતીય ગઠબંધન બનાવ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાજપે 2024 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે રીતે પાર્ટી સાઈને પ્રમોટ કર્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ લોકોને સંદેશો આપવા માંગે છે કે તે સબકા સાથ, સબકા વિકાસના મૂળ મંત્રને અનુસરે છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો લાંબા સમયથી ભાજપ પર ઉચ્ચ જાતિના રાજકારણમાં સામેલ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ પગલાથી ભાજપે વિપક્ષના આક્ષેપ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
કાર્યકરથી સીએમ સુધીની સફર : વિષ્ણુ દેવ સાઈએ પોતાની રાજકીય સફરની શરૂઆત એક સામાન્ય કાર્યકર તરીકે કરી હતી જે બાદમાં ધારાસભ્ય, સાંસદ અને હવે મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે ભાજપનો એક સામાન્ય કાર્યકર પણ આ પદ સુધી પહોંચી શકે છે તો અન્ય કાર્યકરો કેમ નહીં ? આ વિચારથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ બમણો થશે, તેવું પક્ષને લાગ્યું હશે.
લોકસભા ચૂંટણીની તૈયારી !2024 માં ભારતીય જનતા પાર્ટી I.N.D.I.A. ગઠબંધનને હરાવવા માટે કમર કસીને કાર્યકરોના સમાન ઉત્સાહ સાથે આગળ વધશે. વિષ્ણુ સાઈ માત્ર આદિવાસી સમાજના મોટા નેતા નથી, પરંતુ તેઓ કેન્દ્રીય મંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે. ભાજપ તેમને સીએમ બનાવી અને તેઓની છબીને પ્રોત્સાહન આપીને આદિવાસી સમાજના લોકોના દિલ જીતવા અને રાજ્યમાં વધુ લોકસભા બેઠક જીતવા માંગ છે.
વિષ્ણુ સાઈની રાજકીય સફર : સરપંચ પદેથી રાજકીય સફર શરૂ કરનાર વિષ્ણુ દેવ સાંઈ અમિત શાહના માપદંડમાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. વિષ્ણુ સાઈએ છત્તીસગઢ બીજેપી યુનિટનું ત્રણ વખત નેતૃત્વ કર્યું છે. વિષ્ણુ સાઈના દાદા પણ નામાંકિત ધારાસભ્ય હતા અને તેમના પિતા જનસંઘના આજીવન સભ્ય હતા. વિષ્ણુ સાઈને રાજકારણ વારસામાં મળ્યું છે અને તેમની ક્ષમતા જોઈને તેમને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. 1998 માં સાઈએ પથલગાંવ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. પથલગાંવની હારને સાઈ ક્યારેય ભૂલી શક્યા નથી. તેઓ જનતા વચ્ચે ગયા અને બીજી વખત જશપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વિષ્ણુ સાઈની રાજકીય સફર ત્યાંથી શરૂ થઈ અને પછી ક્યારેય અટકી નથી. પાર્ટીએ આજે તેમની મહેનત અને સમર્પણને સલામ કરીને મુખ્યપ્રધાન પદ માટે પસંદ કર્યા છે.
- રાજસ્થાનના નવા સીએમના નામને સોમવાર સુધીમાં મંજૂરી મળી જશે, રાજસ્થાન ચૂંટણીના સહ-પ્રભારી કુલદીપ બિશ્નોઈનું મોટું નિવેદન
- વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની આગામી બેઠક 19 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે: જયરામ રમેશ