ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિત શાહ 23મી ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે

કેન્દ્રીય ગૃહપ્રધાન(Union Home Minister) અમિત શાહ શનિવારે પહેલા શ્રીનગર(Srinagar) પહોંચશે, જ્યાં તેમની સાથે ગૃહ સચિવ એની ભલ્લા, ગૃહ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)અને IB (Intelligence Bureau) સહિત ગુપ્તચર એજન્સીઓના વડાઓ હાજર રહેશે.

અમિત શાહ 23મી ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે
અમિત શાહ 23મી ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે

By

Published : Oct 22, 2021, 2:45 PM IST

  • કેન્દ્રીય ગૃહપ્રધાન જમ્મુ-કાશ્મીરના પ્રવાસે
  • શ્રીનગર-શારજાહ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરશે
  • આતંકવાદીઓ દ્વારા લક્ષિત નાગરિકોની હત્યા બાદ સુરક્ષા સમીક્ષા

શ્રીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) શનિવારથી જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ની ત્રણ દિવસની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ અહીં એક જાહેર સભાને સંબોધિત કરશે, પ્રથમ સીધી શ્રીનગર-શારજાહ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરશે અને બે મેડિકલ કોલેજો(Medical College)નો શિલાન્યાસ કરશે. તેમજ શાહ ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરશે.

બે નવી સરકારી મેડિકલ કોલેજોનો શિલાન્યાસ થશે

શાહ શનિવારે પહેલા શ્રીનગર(Srinagar) પહોંચશે, જ્યાં તેમની સાથે ગૃહ સચિવ એની ભલ્લા, ગૃહ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)અને IBસહિત ગુપ્તચર એજન્સીઓના વડાઓ સામેલ હશે. તેઓ ઉધમપુર અને હંદવાડા માટે બે નવી સરકારી મેડિકલ કોલેજો (જીએમસી)નો શિલાન્યાસ કરશે, ત્યારબાદ તેઓ પ્રથમ સીધી શ્રીનગર-શારજાહ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરશે અને જમ્મુ શહેરમાં એક મોટી જાહેર સભાને સંબોધશે. આ ઉપરાંત શાહ રવિવારે જમ્મુમાં IIT(ભારતીય ટેકનોલોજી સંસ્થા)ઓ બ્લોકનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાન પંચ, સરપંચ, BDC અને DDC સભ્યો સહિત પંચાયત રાજ પ્રતિનિધિઓ સાથે સુનિશ્ચિત ક્રિયાપ્રતિક્રિયા ઉપરાંત પેકેજ હેઠળ વિવિધ વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરશે.

શ્રીનગરમાં શાહની ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે

તેમજ કેન્દ્રીય રાજ્ય પ્રધાન (પીએમઓ) જિતેન્દ્ર સિંહ શાહની મુલાકાત પહેલા શુક્રવારે જમ્મુ પહોંચશે અને વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. બાદમાં બપોરે, વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા માટે, ઉપરાજ્યપાલ મનોજ સિંહાને મળશે. ગૃહ પ્રધાન શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજશે જે આતંકવાદીઓ દ્વારા લક્ષિત નાગરિકોની હત્યા બાદ પ્રથમ મોટી સુરક્ષા સમીક્ષા હશે. આ બેઠકમાં જીતેન્દ્ર સિંહ અને ઉપરાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે.

શાહની મુલાકાત પહેલા શ્રીનગર અને જમ્મુ શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બંને શહેરોમાં અને તેની આસપાસ કામચલાઉ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 57મો જન્મદિવસ, અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

આ પણ વાંચોઃ દિગ્વિજય સિંહે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને RSSની પ્રશંસા કરી

ABOUT THE AUTHOR

...view details