- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કાશ્મીરની મુલાકાતે
- શાહ પ્રવાસના બીજા દિવસે તેઓ જમ્મુ પહોંચ્યા
- અમિત શાહે IIT-જમ્મુના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું
જમ્મુ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) જમ્મુ-કાશ્મીરની (Amit Shah Visit Jammu Kashmir ) ત્રણ દિવસની મુલાકાતે છે. પ્રવાસના બીજા દિવસે તેઓ જમ્મુ પહોંચ્યા હતા. અહીં તેમણે IIT-જમ્મુના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
જમ્મુ -કાશ્મીરમાં વિકાસનો યુગ
આ બાદ, જમ્મુના ભગવતી નગર મેદાનમાં આયોજિત રેલીને સંબોધતા શાહે કહ્યું કે, જમ્મુ -કાશ્મીરમાં વિકાસનો યુગ શરૂ થયો છે. હવે જમ્મુ-કાશ્મીરનો વિકાસ એક સાથે થશે. તેમણે કહ્યું કે, હવે ડરવાની જરૂર નથી. વિકાસ થશે તો આતંકવાદીઓ કશું બગાડી શકશે નહીં.
અન્યાય કરવાનો સમય પૂરો
ગૃહપ્રધાને કહ્યું કે, હું આજે જમ્મુ એ કહેવા આવ્યો છું કે જમ્મુના લોકો સાથે અન્યાય કરવાનો સમય પૂરો થઈ ગયો છે, હવે કોઈ તમારી સાથે અન્યાય કરી શકશે નહીં. અહીંથી શરૂ થઈ રહેલા વિકાસના યુગને જે લોકો ખલેલ પહોંચાડી રહ્યા છે અને તેઓ તે કરશે જ, પરંતુ વિકાસના યુગને કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં.