- અમિત શાહે પોંડિચેરીના કરાઇકલમાં જાહેર સભા સંબોધી
- પોંડિચેરીને ભારતનું ઘરેણું બનાવીને દુનિયા સમક્ષ રજૂ કરીશું - અમિત શાહ
- પોંડિચેરી વિધાનસભાની ચૂંટણી માટે 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે
પોંડિચેરી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ પોંડિચેરીના પ્રવાસે છે. જે દરમિયાન તેમને કરાઇકલ ખાતે જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમને કરાઇકલની ધરતીને પ્રણામ કરી જણાવ્યું કે, હું ભગવાન શિવના મંદિરને પ્રણામ કરી પોતાનું વક્તવ્ય શરૂ કરવાં માંગું છું. આ સાથે તેમને જણાવ્યું કે, મહાકવિ સુબ્રમળ્યમ ભારતી અને શ્રીઅરવિંદે પણ પોતાની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત પણ પોંડિચેરી ખાતેથી કરી હતી.
કેન્દ્ર સરકારે 114થી વધુ યોજનાઓ મોકલી
અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 114થી વધુ યોજનાઓ મોકલી છે. તેમને જણાવ્યું કે, નારાયણસામીની સરકારે કેન્દ્રની યોજનાઓને રાજનૈતિક સ્વાર્થને કારણે લાગુ કરી નથી. અમિત શાહે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, એકવાર ભારતીય જનતા પાર્ટીને તક આપો, પોંડિચેરીને ભારતનું ઘરેણું બનાવીને દુનિયા સમક્ષ રજૂ કરીશું.
અમિત શાહે પોંડિચેરીના કરાઇકલમાં જાહેર સભા સંબોધી કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીની 30 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે
પોંડિચેરી વિધાનસભાની 30 બેઠકો માટે 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે. જ્યારે તેની મતગણતરી 2 મેના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્રશાસિત પોંડિચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. અહીં છેલ્લી વખત કોંગ્રેસની સરકાર રચાઈ હતી. પોંડિચેરીમાં કુલ 30 વિધાનસભા બેઠકો છે. 2016માં કોંગ્રેસે 15 બેઠકો જીતીને ડીએમકે સાથે જોડાઇને સરકાર બનાવી હતી. ગત ચૂંટણીમાં મુખ્ય વિરોધ પક્ષ એઆઇએનઆરસી માત્ર 8 બેઠકો જીતવામાં સફળ રહ્યી હતી.