- સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે
- 28 નવેમ્બરના સર્વદળીય બેઠકમાં સામેલ થઈ શકે છે PM
- શિયાળુ સત્રમાં મોંઘવારી, હિંદુત્વ, પેટ્રોલ-ડીઝલના ભાવ જેવા મુદ્દા ઉઠી શકે છે
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર (winter session of Parliament)થી પહેલા 28 નવેમ્બરના એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રો પ્રમાણે આ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થવાનું છે. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) 28 નવેમ્બરની સર્વદળીય બેઠક (all-party meeting)માં સામેલ થઈ શકે છે.
વિપક્ષ સંસદમાં સરકારને ઘેરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે
ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર (winter session) અને બજેટ સત્ર (budget session) બાદ તરત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (assembly elections) થવાની છે. આ કારણે રાજકીય દળો (political parties) સરકારને ઘેરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. આનાથી વિપરીત એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આગામી શિયાળુ સત્ર દરમિયાન દરરોજ સંસદ સુધી રેલી નિકાળવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા કોંગ્રેસ નેતાઓ (congress leaders)એ હિંદુ અને હિંદુત્વ પર નિવેદન આપીને માહોલ ગરમ કરી દીધો છે.
મોંઘવારીનો મુદ્દો ઉઠશે
શિયાળુ સત્રમાં આના પડઘા પણ સંભળાશે. આ ઉપરાંત અનેક એવા મુદ્દા છે, જેમાં કેન્દ્ર સરકારે જવાબ આપવાનો છે. છેલ્લા 6 મહિનામાં મોંઘવારી આકાશને આંબી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ તો વધી જ ગયા છે, તો સામાન્ય લોકોનું રાશન-પાણી મોંઘું થઈ ગયું છે. ખાવાના તેલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. મોંઘવારીના મુદ્દા પર સંસદમાં ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વેટ વસૂલવાનો મુદ્દો ઉઠવો નક્કી છે. જો ચર્ચા ન થઈ તો હોબાળો થશે તે પણ નક્કી છે.