ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિન્દુ હોય કે મુસ્લિમ બધા ભારતીયોનું DNA એક : મોહન ભગવત - Mohan Bhagwat

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ( Muslim National Forum ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં RSS ( રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ) ના પ્રમુખ મોહન ભાગવતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તમામ ભારતીયોના DNA એક સમાન છે, ભલે તે કોઈ પણ ધર્મનો હોય.

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં મોહન ભાગવત
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં મોહન ભાગવત

By

Published : Jul 4, 2021, 8:25 PM IST

  • મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં આપી હાજરી
  • હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રમ છે,તેઓ અલગ નથી પરંતુ એક : ભાગવત
  • જે લોકો લિંચિંગ ચલાવે છે તે હિન્દુત્વની વિરુદ્ધ છે : ભાગવત

નવી દિલ્હી:RSSના વડા મોહન ભાગવતે ( RSS chief Mohan Bhagwat) કહ્યું છે હતું કે, હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રમ છે, કારણ કે તેઓ અલગ નથી પરંતુ એક છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકોની પૂજા કરવાની રીતને લઈને ભેદભાવ કરી શકાય નહીં. જે લોકો લિંચિંગ ચલાવે છે તે હિન્દુત્વની વિરુદ્ધ છે.

આ પણ વાંચો:વડોદરાના નાગરવાડા વિસ્તારમાં મુસ્લીમ પરિવારે મકાન ખરીદતા હિંદુ પરિવારોનું કલેકટરને આવેદન પત્ર

એકતાનો આધાર રાષ્ટ્રવાદ હોવો જોઈએ: ભાગવત

RSSના વડાએ કહ્યું હતું કે, દેશમાં એકતા વિના વિકાસ શક્ય નથી. એકતાનો આધાર રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો મહિમા હોવો જોઈએ. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, અમે લોકશાહીમાં છીએ. ત્યાં, હિન્દુઓનું કે મુસ્લિમોનું વર્ચસ્વ હોય શકે નહિં. ફક્ત ભારતીયોનું જ પ્રભુત્વ હોય શકે છે. ટોળા દ્વારા લિંચિંગમાં શામેલ લોકો હિન્દુત્વની વિરુદ્ધ છે.

આ પણ વાંચો:મોબ લિંચિંગના નામે હિંદુ ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે: મોહન ભાગવત

ABOUT THE AUTHOR

...view details