- આસામના તમામ સાંસદો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળશે
- આસામ-મિઝોરમ સીમા વિવાદ અંગે તમામ સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળશે
- બંને રાજ્યોના મુખ્યપ્રધાને ગૃૃહપ્રધાન અમિત શાહને (Union Home Minister Amit Shah) ફોન પર જણાવ્યું હતું કે, વાતચીતથી સમાધાન થઈ શકે છે
ન્યૂઝ ડેસ્કઃ આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે આજે આસામના તમામ સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે બેઠક યોજશે. વડાપ્રધાનની સાંસદોથી આ મુલાકાત બંને રાજ્યો વચ્ચે શાંતિ જાળવવાના પ્રયાસ રીતે જોવા મળી રહી છે. તો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગઈકાલે બંને રાજ્યોના મુખ્યપ્રધાન સાથે ફોન પર વાતચીત કરી હતી. મિઝોરમના મુખ્યપ્રધાન જોરામથંગા (Mizoram Chief Minister Joramthanga)એ કહ્યું હતું કે, ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) સાથે ફોન પર વાતચીત દરમિયાન એ નિર્ણય કર્યો હતો કે, સીમા વિવાદનું સૌહાર્દપૂર્ણ રીતે વાતચીતથી સમાધાન કરવામાં આવે.
આ પણ વાંચો-Mizoram-Assam border dispute: મિઝોરમ પોલીસે Assam CM હિમંત બિશ્વ સરમા સામે FIR નોંધી
મિઝોરમના લોકો ભડકાઉ સંદેશ પોસ્ટ ન કરેઃ મિઝોરમના મુખ્યપ્રધાન
તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને આસામના મુખ્યપ્રધાન હિમંત બિશ્વા સરમા (Assam Chief Minister Himant Bishwa Sarma)એ ફોન પર થયેલી વાતચીત અનુસાર, અમે મિઝોરમ-આસામ સીમા વિવાદ (Mizoram-Assam border dispute)નું સોહાર્દપૂર્ણ માહોલમાં સાર્થક વાર્તાના માધ્યમથી સમાધાન કરવા સંમત થયા છે. આ સાથે જ જોરામથંગાએ અપીલ કરી હતી કે, મિઝોરમના લોકો ભડકાઉ સંદેશ પોસ્ટ ન કરે અને સોશિયલ મીડિયાનો (Social Media) દુરૂપયોગ કરવાથી બચે, જેથી વર્તમાન તણાવને ખતમ કરી શકાય.