- અક્ષય કુમાર પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરને ટેકો આપવા આગળ આવ્યા
- ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને 1 કરોડ રૂપિયા આપવાનું જણાવ્યું
- દવાઓ, ઓક્સિજન અને ખોરાક માટે 1 કરોડ રૂપિયા આપશે
નવી દિલ્હી: ક્રિકેટરથી રાજકારણી બનેલા પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરને ટેકો આપવા વિખ્યાત ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર આગળ આવ્યા છે. ખરેખર, અક્ષય કુમારે ગંભીર ફાઉન્ડેશનને દવાઓ, ઓક્સિજન અને ખોરાક માટે 1 કરોડ રૂપિયા દાન આપવાનું જણાવ્યું છે.
આ પણા વાંચો :ગૌતમ ગંભીરે 1 કરોડ રૂપિયાનું પીએમ રાહત ફંડમાં કર્યું યોગદાન
નિરાશાના આ સમયમાં દરેક સહાય આશાની કિરણ પેદા કરે છે : ગૌતમ ગંભીર
સાંસદ ગૌતમ ગંભીરે શનિવારે સાંજે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, અભિનેતા અક્ષય કુમાર ગંભીર ફાઉન્ડેશનને જરૂરિયાતમંદ લોકોને ખોરાક, દવા અને ઓક્સિજન આપવા માટે 1 કરોડ રૂપિયા આપી રહ્યા છે. આ સાથે જ ગંભીરે લખ્યું કે નિરાશાના આ સમયમાં દરેક સહાય આશાની કિરણ પેદા કરે છે.
આ પણા વાંચો :અક્ષયે નાસિક પોલીસને કોરોનાથી બચવા 500 સ્માર્ટ વોચ દાન કરી
જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે
ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, હાલમાં તે પૂર્વ દિલ્હીમાં જ દવા વહેંચી રહ્યો છે. ટૂંક સમયમાં પુસા રોડ સ્થિત ફાઉન્ડેશનની ઓફિસથી પણ દવાઓનું વિતરણ શરૂ કરવામાં આવશે. જેથી વધુ લોકોને દવા મળી શકે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.