- કોરોનાની બીજી લહેરના આંકડામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે
- અત્યારસુધી 42 કરોડથી વધુ લોકોને વેક્સિનનો ડોઝ અપાઈ ચુક્યો છે
- હવે શાળાઓને ફરી શરૂ કરવાનો વિચાર કરવો જોઈએ
નવી દિલ્હી: દેશમાં કોરોના (corona)મહામારીની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દરરોજ આના આંકડામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યાં, જાણકારી મુજબ દેશમાં અત્યારસુધી લગભગ 42 કરોડથી વધુ કોરોના વેક્સિન(vaccine)ના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય હજુ પણ છે
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર(corona third wave) નો ભય હજુ પણ છે. ત્રીજી લહેરમાં બાળકો બીમાર પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. એ દરમિયાન, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા(dr. Randeep guleria)એ નિવેદન આપ્યું છે કે, હવે શાળાઓને ફરીથી ખોલવા માટે વિચારવું જોઇએ. ઈન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે આ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, શાળા(school)ઓ ફરીથી ખોલવા પર સંમત થવું.