- રાજધાનીમાં કોરોનાના કેસમાં વધારો થયો
- સરકારે AIIMS અને LNJP હોસ્પિટલની OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો
- ડૉ. ડી. કે. શર્માએ 8 એપ્રિલથી OPD સેવા બંધ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો
નવી દિલ્હી : રાજધાનીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે AIIMS અને LNJP હોસ્પિટલની OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. AIIMSનાં ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાની સૂચના પર, ડૉ. ડી. કે. શર્માએ 8 એપ્રિલથી OPD સેવા બંધ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.
8 એપ્રિલથી AIIMSમાં OPD સેવા અસ્થાયી રૂપે બંધ થઈ
AIIMSએ જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, AIIMSમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને 8 એપ્રિલથી OPD સેવા અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. જે બાદ OPD નોંધણી ઓફલાઇન મોડમાં થશે નહીં. તે જ સમયે, પરિપત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, કોરોનાના દાખલ દર્દીઓ અને શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે ડૉકટરો અને આરોગ્ય સંભાળ કામદારોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :સુશાંત આત્મહત્યા કેસ: AIIMS રિપોર્ટ પર બોલી મુંબઈ પોલીસ કહ્યું...