ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય સેનાનું વર્ચસ્વ ડિફેન્સ એક્સપો જોવા હમણા જ બૂકીંગ કરો - DefExpo 2022 Air show

અમદાવાદમાં યોજાનાર ડિફેન્સ એક્સપો (Sabarmati River Front DefExpo 2022 ) તેમજ એર શો જોવા માટે ઈ-ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં.

ભારતીય સેનાનું વર્ચસ્વ ડિફેન્સ એક્સપો જોવા હમણા જ બૂકીંગ કરો
ભારતીય સેનાનું વર્ચસ્વ ડિફેન્સ એક્સપો જોવા હમણા જ બૂકીંગ કરો

By

Published : Oct 16, 2022, 4:03 PM IST

અમદાવાદ: આગામી સમયમાં 18થી 22 ઓક્ટોબર 2022ના રોજ ચાર દિવસ છે, ડિફેન્સ એક્સપોનો (Ahmedabad Riverfront Defence Expo) ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈન્યના વિવિધ કર્તોબો તેમજ હવાઈ પ્રદર્શન પણ બતાવવામાં આવશે. જેને લઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈ-ટિકિટનું (DefExpo 2022 ticket booking) આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ અને સમય

તારીખ અને સમય: સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati River Front DefExpo 2022) પર 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી યોજનાના ડિફેન્સ એક્સપોના સોને લઈને સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સાથે જ અહીંયા પ્રદર્શન જોવા આવનાર મુલાકાતિઓ માટે પણ ઈ ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે. મુલાકાતે આવનાર લોકોએ https://www.eventreg.in/registration/visitor વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવવાની રહેશે. જેમાં દર્શાવેલ તારીખ અને સમય દરમિયાન જ પ્રવેશ આપવામાં આવશે.

કેવી રીતે ઇ ટીકીટ બુક કરવી

કેવી રીતે ઇ ટીકીટ બુક કરવી:ઇ ટિકિટ બુક કરાવવા માટે (DefExpo 2022 E registration) વેબસાઈટપર જઈને નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, ઇ-મેલ આઇડી વગેરે માહિતીઓ આપવાની રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, કોઈપણ સરકાર માન્ય આઈકાર્ડ અપલોડ કરવાનું રહેશે. જે દિવસે ડિફેન્સ એક્સપોમાં જવા માગતા હોય એ દિવસનો સ્લોટ પસંદ કરી સબમિટ કરવું. ત્યારબાદ ઈ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. આ ઈ - ટિકિટ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.

એર શોનું આયોજન

આ રૂટ બંધ આ વૈકલ્પિક રૂટ:18થી 22 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર ડિફેન્સ અને એર શોનું આયોજન (DefExpo 2022 Air show) કરવામાં આવ્યું હોવાથી આંબેડકર બ્રિજ નીચેનો રસ્તો બપોરના 3થી રાતના 9 સુધી બંધ કરવામાં આવશે. જેથી વાડજ સ્મશાન ગૃહથી આશ્રમ રોડ પર અવરજવર કરી શકાશે. જ્યારે સવારના 8થી રાતના 9 સુધી દફનાળા ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરવામાં આવશે. જે દફનાળા સર્કલથી નમસ્તે સર્કલ સુધીમાં રસ્તા પર અવરજવર કરી શકાશે.

આંબેડકર બ્રિજ સુધીનો રસ્તો બંધ

ABOUT THE AUTHOR

...view details