ઉતરપ્રદેશ:મ્યુનિસિપલ કોર્પોરેશને હાઉસ ટેક્સ જમા કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (Archaeological Survey of India) વિભાગને નોટિસ આપી છે. વિશ્વમાં પ્રેમના પ્રસિદ્ધ પ્રતીક એવા તાજમહેલ અને બેબી તાજ (ઇતમાદ-ઉદ-દૌલા મેમોરિયલ)ના બાકી હાઉસ ટેક્સ માટે મહાનગરપાલિકાએ નોટિસ આપી છે. આ મુજબ ASIએ 15 દિવસમાં હાઉસ ટેક્સ જમા કરવાનો રહેશે. નોટિસ જોઈને ASI અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. પહેલીવાર ASIને તાજમહેલ અને બેબી તાજનો હાઉસ ટેક્સ જમા કરવાની નોટિસ મળી છે. તાજમહેલ અને એતમાદુદ્દૌલાના ASI અધિકારીઓએ આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પત્રવ્યવહાર કર્યો છે.
તાજમહેલન વિશ્વની આઠમી અજાયબી: વર્ષ 1920માં તાજમહેલને રાષ્ટ્રીય મહત્વનું સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજમહેલને વિશ્વની આઠમી અજાયબી જાહેર કરવામાં આવી. 102 વર્ષમાં પહેલીવાર ASIને તાજમહેલ અને બેબી તાજનો હાઉસ ટેક્સ જમા કરવાની નોટિસ મળી છે. ASI દ્વારા મળેલી નોટિસ આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ એસેસમેન્ટ ઓફિસર દ્વારા 25 નવેમ્બર 2022ના રોજ જારી કરવામાં આવી છે. પરંતુ, આ નોટિસ ASIને તાજેતરમાં જ મળી છે. આ સાથે, યમુના પારના સ્મારક એતમાદ-ઉદ-દૌલા માટે હાઉસ ટેક્સ નોટિસ આપવામાં આવી છે. જ્યારે ASI અધિકારીઓનું કહેવું છે કે બ્રિટિશ શાસનના સમયથી સ્મારકોનો હાઉસ ટેક્સ લેવામાં આવતો ન હતો. મનપાની નોટિસથી અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.
આ પણ વાંચો:નમાઝ અદા કરવા પર પ્રતિબંધના આદેશ વિરુદ્ધની અરજી પર થશે સુનાવણી