નવી દિલ્હીઃ મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. અગ્નિપથ યોજનાને લઈને દેશના તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ યોજનાને લઈને રાજકારણ પણ સંપૂર્ણપણે ગરમ થઈ ગયું છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi Attacked Modi Government) કહ્યું કે, જે રીતે કૃષિ કાયદો પાછો ખેંચવો પડ્યો તે જ રીતે અગ્નિપથ યોજનાને પણ પાછી ખેંચવી પડશે.
આ પણ વાંચો:...અને આ રીતે બિહાર, યુપી, પંજાબ સહિતના રાજ્યો ભડકે બળ્યા
અગ્નિપથ યોજનાને પણ પાછી ખેંચવી પડશે : રાહુલ ગાંધીએ આ મામલે ટ્વિટ કરીને લખ્યું કે, સતત 8 વર્ષથી ભાજપ સરકારે 'જય જવાન, જય કિસાન'ના મૂલ્યોનું અપમાન કર્યું છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે, વડાપ્રધાને બ્લેક એગ્રીકલ્ચર એક્ટ પાછો ખેંચવો પડશે. એ જ રીતે તેણે 'માફીવીર' બનીને દેશના યુવાનોની વાત માનવી પડશે અને 'અગ્નિપથ'ને પાછી લેવી પડશે.
રવિવારે જંતર-મંતર પર કોંગ્રેસનો વિરોધ : આ ટ્વીટ દ્વારા રાહુલે આરોપ લગાવ્યો કે, સરકારે સૈનિકો અને ખેડૂતોનું અપમાન કર્યું છે. અગાઉ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, પાર્ટી રવિવારે દિલ્હીના જંતર-મંતર પર અગ્નિપથ યોજનાનો વિરોધ કરશે. તાજેતરની માહિતી અનુસાર, કોંગ્રેસનું આ પ્રદર્શન મોટા પાયે થશે જેમાં ઘણા મોટા નેતાઓ અને સાંસદો સામેલ થઈ શકે છે.
સરકારે યુવાનોના અવાજને કોઈ મહત્વ આપ્યું ન હતું :પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું અને કહ્યું કે, મેં 29 માર્ચ, 2022 ના રોજ સંરક્ષણ પ્રધાનને પત્ર લખીને યુવાનોની આ માંગણીઓ પર ધ્યાન આપવા અને તાત્કાલિક ઉકેલ શોધવા વિનંતી કરી હતી. પરંતુ, સરકારે યુવાનોના અવાજને કોઈ મહત્વ આપ્યું ન હતું.
આ પણ વાંચો:જૌનપુરમાં ઉગ્ર થયા પ્રદર્શનકારીઓ, બસમાં લગાડી આગ
હંગામા વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય :દેશભરમાં ચાલી રહેલા આ હંગામા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે CAPF અને આસામ રાઈફલ્સમાં થનારી ભરતીમાં 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીરોને કેટલા ટકા અનામત આપવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અર્ધલશ્કરી દળોમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.