ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેનાની ભરતી રેલીમાં ક્વોલિફાય થયા બાદ કરતો હતો લેખિતની તૈયારી, ને બન્યો પોલીસની ગોળીઓનો ભોગ - Agnipath scheme protest In hyderabad

ઘરેથી નીકળવાના એક દિવસ પહેલા (AGNIPATH PROTEST) મૃત યુવાને માતા-પિતાને કહ્યું હતું કે, તે કોઈ મહત્વપૂર્ણ કામ માટે આર્મી ઓફિસ જઈ રહ્યો છે. શુક્રવારે તેના પરિવારજનોને પોલીસ કોલ કર્યો હતો કે તમારો પુત્ર હવે નથી (ONE YOUTH SHOT DEAD IN SECUNDERABAD) રહ્યો. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતો રાકેશ ફિઝિકલ પાસ કર્યા બાદ આર્મીની લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

સેનાની ભરતી રેલીમાં ક્વોલિફાય થયા બાદ કરતો હતો લેખિતની તૈયારી ને બન્યો પોલીસની ગોળીઓનો ભોગ
સેનાની ભરતી રેલીમાં ક્વોલિફાય થયા બાદ કરતો હતો લેખિતની તૈયારી ને બન્યો પોલીસની ગોળીઓનો ભોગ

By

Published : Jun 18, 2022, 8:22 AM IST

હૈદરાબાદ: સેનામાં ભરતીના નવા નિયમોના વિરોધમાં એક (AGNIPATH PROTEST) વિદ્યાર્થીએ પોતાનો જીવ (Agnipath scheme protest In hyderabad) ગુમાવ્યો. પોલીસ ગોળીબારમાં તેનું મોત થયું હતું. તેની ઓળખ દામોદર રાકેશ તરીકે થઈ છે. તે 23 વર્ષનો હતો. તે સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યો હતો.

સેનાની ભરતી રેલીમાં ક્વોલિફાય થયા બાદ કરતો હતો લેખિતની તૈયારી ને બન્યો પોલીસની ગોળીઓનો ભોગ

આ પણ વાંચો:સંરક્ષણ નિષ્ણાંતે કહ્યું, જોજો રશિયન સેના જેવી હાલત ન થઈ જાય!

મૂળ વારંગલનો રહેવાસી: પોલીસે જણાવ્યું કે તે, બીએ ફાઈનલનો વિદ્યાર્થી (Agnipath scheme protest In secunderabad) હતો. તે હનુમાકોંડામાં ભણતો હતો અને છ મહિના પહેલા સેનાની ભરતી માટેની રેલીમાં ક્વોલિફાય થયો હતો. તે લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તે એક દિવસ પહેલા જ હૈદરાબાદ આવ્યો હતો. પોલીસે એ પણ જણાવ્યું કે, રાકેશની બહેન બીએસએફમાં છે. ઘર છોડતા પહેલા તેણે માતા-પિતાને કહ્યું કે, તે કોઈ મહત્વપૂર્ણ કામ માટે આર્મી ઓફિસ જઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી (ONE YOUTH SHOT DEAD IN SECUNDERABAD) હતો. તે મૂળ વારંગલનો રહેવાસી હતો. તેમનું ગામ ખાનપુરમ મંડલના ડબીર પેટામાં છે.

સેનાની ભરતી રેલીમાં ક્વોલિફાય થયા બાદ કરતો હતો લેખિતની તૈયારી ને બન્યો પોલીસની ગોળીઓનો ભોગ

વિરોધીઓને વિખેરવા માટે ગોળીબાર કર્યો: રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર વિરોધીઓને વિખેરવા માટે ગોળીબાર કર્યો, જ્યાં વિરોધ દરમિયાન એક ટ્રેનના ત્રણ ડબ્બા સળગાવી દેવામાં આવ્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે ફાયરિંગ આરપીએફ દ્વારા કરવામાં આવ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા. ઘાયલોને સરકારી ગાંધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સાઉથ સેન્ટ્રલ રેલ્વે (એસસીઆર) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ ત્રણ પેસેન્જર ટ્રેનોના કેટલાક કોચને આગ ચાંપી દીધી હતી પરંતુ આ ઘટનાઓમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. અધિકારીએ કહ્યું કે ગોળીબારની ઘટના બની હતી, તેઓએ વિરોધીઓએને કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો. દેખાવકારોની સંખ્યા 300 થી 350 આસપાસ હતી.

આ પણ વાંચો:અગ્નિપથ સામે વિરોધનો સમગ્ર ઘટનાક્રમ, ત્રીજા દિવસે આ રાજ્યોમાં સ્થિતિ તણાવગ્રસ્ત

બેરોજગારી સંકટની તીવ્રતા: તેલંગાણાના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઉદ્યોગ મંત્રી કે. ટી. રામારાવે શુક્રવારે કહ્યું કે, આ આંદોલન દેશમાં બેરોજગારીની સમસ્યા દર્શાવે છે. કેટીઆરએ ટ્વિટ કર્યું કે, આ અગ્નિવીર યોજના સામે હિંસક વિરોધ દેશમાં બેરોજગારી સંકટની તીવ્રતાને પ્રતિબિંબિત કરે છે અને (લોકોની) આંખો ખોલે છે. તેમણે કહ્યું કે, પહેલા દેશના ખેડૂત સાથે રમ્યા અને હવે દેશના જવાનો સાથે રમી રહ્યા છે. કેટીઆરએ કહ્યું- વન રેન્ક-વન પેન્શનમાંથી નો રેન્ક-નો પેન્શનનો પ્રસ્તાવ.

ABOUT THE AUTHOR

...view details