ભુવનેશ્વરઃ અગ્નિ શ્રેણીના (Agni Missile) સૌથી અદ્યતન સંસ્કરણ 'અગ્નિ પ્રાઇમ' નામની મિસાઇલનું આજે સવારે 10:55 વાગ્યે સફળતાપૂર્વક પરીક્ષણ (Agni Prime Missile Test) કરવામાં આવ્યું હતું.. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવાયેલી આ મિસાઇલનું (Missile) ઓડિશાના દરિયાકાંઠે (Odisha) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
1000 થી 1500 કિ.મી મારક ક્ષમતા
અગ્નિ પ્રાઇમ મિસાઇલની (Agni Prime Missile)શ્રેણીની મારક ક્ષમતા 1000 થી 1500 કિ.મી. છે તેમ જ આ મિસાઇલ (Missile) અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. આ મિસાઇલ ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો કરશે. ભારતે આજે સવારે 10.55 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે અગ્નિ-પ્રાઇમ તરીકે ઓળખાતી અગ્નિ શ્રેણીની નવી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ (Agni Prime Missile Test) કર્યું હતું. નવી પરમાણુ-સક્ષમ મિસાઇલ સંપૂર્ણ રીતે કોમ્પોઝિટ સામગ્રીથી બનેલી છે.