ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેવરિયામાં હોળી રમ્યા બાદ નદીમાં સ્નાન કરવા ગયેલા 5 યુવક ડૂબ્યા - પોલીસે મરજીવાને પુરસ્કાર આપ્યો

ઉત્તરપ્રદેશમાં હોળી રમ્યા બાદ નદી અને તળાવમાં સ્નાન કરનારા પાંચ લોકોના મોત થયા છે. આ તમામ ઘટના અલગ અલગ વિસ્તારમાં થઈ છે. બરહજ નદીમાં ડૂબી રહેલા 4 લોકોનો જીવ એક મરજીવાએ બચાવ્યો હતો. આ માટે પોલીસે મરજીવાને પુરસ્કાર પણ આપ્યો હતો.

By

Published : Mar 30, 2021, 10:06 AM IST

  • ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં 5 યુવક ડૂબ્યા
  • હોળી રમ્યા બાદ યુવકો નદીમાં નાહ્વા ગયા હતા
  • યુવકોના જીવ બચાવનારા મરજીવાને પોલીસે પુરસ્કાર આપ્યા

આ પણ વાંચોઃસોપોર હુમલામાં લશ્કરના આતંકી શામેલ હોવાના સંકેત: પોલીસ

ઉત્તરપ્રદેશઃ દેવરિયા જિલ્લામાં હોળી રમનારા કેટલાક લોકો અલગ અલગ સ્થળ પર નદી અને તળાવમાં સ્નાન કરવા ગયા હતા. જોકે, આ સમયે 5 લોકો ડૂબી ગયા હોવાના સમાચાર મળ્યા છે. સલેમપુર કોતવાલી વિસ્તારના સલહાબાદ વોર્ડના રહેવાસી અમિત પાંડે (15) છોટી ગંડક નદીમાં સ્નાન કરવા ગયો હતો. આ સમયે જ ડૂબી જવાથી તેનું મોત થઈ ગયું. જ્યારે બરહજમાં થાના ઘાટની સામે આવેલી સરયુ નદીમાં કેટલાક લોકો સ્નાન કરી રહ્યા હતા. તે દરમિયાન 5 લોકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ યુવકો બુમો પાડવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃરાહુલ, પ્રિયંકા આજથી આસામ અને કેરળમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે

મરજીવાઓએ જીવના જોખમે યુવકોને ડૂબતા બચાવ્યા

યુવકોની બુમ સાંભળી મરજીવાઓ યુવકોને બચાવવા નદીમાં કૂદી ગયા હતા. મરજીવાઓએ શિવમ, બ્રિજેશ બોર્ડ, પન્નાલાલ, નિકેત મિશ્ર નામના યુવકોને બચાવી લીધા હતા. જ્યારે અનુરાગ ગોંડ નામના યુવકનું મોત થઈ ગયું હતું. 3 કલાકની મહેનત પછી માછીમારોએ યુવકના મૃતદેહને નદીમાંથી નીકાળ્યા હતા. પોલીસે મરજીવાઓના સાહસને ધ્યાનમાં રાખી તેમને પુરસ્કાર આપ્યા હતા. કારણ કે, પોતાનો જીવ જોખમમાં મુકી આ મરજીવાઓએ યુવકોના જીવ બચાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details