ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં પિતાએ 4 બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસી લગાવી - etv bharat news

રાજસ્થાનના બાંસવાડાના કુશલગઢમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. એક પિતાએ તેના ચાર બાળકોની હત્યા કરી બાદમાં પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

rajasthan
rajasthan

By

Published : Feb 10, 2021, 11:52 AM IST

  • કુશલગઢમાં હદયને હચમચાવી દેનારી ઘટના સામે આવી
  • પિતાએ પ્રથમ ચાર બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ફાંસી લગાવી
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી તજવીજ હાથ ઘરી

કુશલગઢ : રાજસ્થાનમાં કુશળગઢના પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગલાપાણી ગામમાં એક પિતાએ તેના જ ચાર બાળકોની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં ચારેય બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ ઘરની બહાર ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી.

પિતાએ ચાર બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી

પ્રાપ્ત વિગતો મુજબ, કુશલગઢના પોલીસ ઉપરી અધિક્ષક સંદિપસિંહ શકતાવત, CI પ્રદીપ કુમાર, SDM બદ્રીલાલ સુથાર અને નીતિન મેરાવત સહિ‌ત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, બાંસવાડાથી SSLની ટીમ પણ ટૂંક સમયમાં ઘટના સ્થળે પહોંચશે.

સમગ્ર ઘટના અંગે પોલીસે તજવીજ હાથ ધરી

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ ડુંગલાપાનીનો રહેવાસી બાબૂ પુત્ર કસુ કલારા હતો, જેણે તેના ચાર બાળકોની હત્યા કરી હતી. બાળકોની હત્યા કર્યા બાદ તેણે બાવળના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details