- શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને બેઠક મળી
- બેઠકમા વિપક્ષી પાર્ટીઓના નેતાઓને રહ્યા ઉપસ્થિત
- રાષ્ટ્રીય મંચની બેઠક અઢી કલાક ચાલી હતી
નવી દિલ્હી:શરદ પવાર ( Sharad Pawar ) મંગળવારના રોજ સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય મંચના નેતાઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં TMC નેતા યશવંત સિન્હા, ગીતકાર જાવેદ અખ્તર, રાષ્ટ્રીય લોકદળ (RLD) ના અધ્યક્ષ જયંત ચૌધરી, નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા, પૂર્વ જેડીયું નેતા પવન વર્મા, CPI સાંસદ બિર્નોય વિશ્ચમ સહિતના અન્ય નેતાઓ જોડાયા હતા.
રાજકારણના પરિવર્તનમાં ખેડૂતોની મહત્વની ભૂમિકા: જયંત ચૌધરી
બેઠક બાદ TMC નેતા યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મંચની બેઠક અઢી કલાક ચાલી હતી. આ દરમિયાન, ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તે જ સમયે, RLD પ્રમુખ જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો, અર્થતંત્ર અને દેશવ્યાપી અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂત રાજનીતી હંમેશાં અસરકારક રહી છે, જ્યારે પણ દેશના રાજકારણમાં પરિવર્તન આવ્યું છે ત્યારે ખેડૂતોએ તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
બેઠકમાં 15 વિપક્ષી પાર્ટીઓને બોલાવાઈ
મળતી માહિતી મુજબ, બેઠક માટે 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી અને શત્રુઘ્ન સિંહા પૂર્વ પ્રતિબદ્ધતાઓને કારણે બેઠકમાં ભાગ લે તેવી સંભાવના નથી. જ્યારે, યશવંત સિંહા, જનતા દળ (યુનાઇટેડ) ના પૂર્વ નેતા પવન વર્મા, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયાના ડી રાજા, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, જસ્ટિસ એ.પી. સિંઘ, જાવેદ અખ્તર, કેટીએસ તુલસી, કરણ થાપર, આશુતોષ, એડવોકેટ મજીદ મેમણ , વંદના ચૌહાણ, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય. કુરેશી, કે.સી.સિંઘ, સંજય ઝા, સુધેન્દ્ર કુલકર્ણી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોંસાલ્વેસ, અર્થશાસ્ત્રી અરૂણ કુમાર, સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઘનશ્યામ તિવારી અને પ્રીતિ નંદી વગેરે બેઠકમાં ભાગ લેશે.
શરદ પવાર સાથે પ્રશાંત કિશોર સાથે થઈ હતી બેઠક