- છેલ્લા એક વર્ષમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય 2 પક્ષો આવ્યા ગુજરાતમાં
- તૃણમૂલ કોંગ્રેસ ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારવા સક્રિય થાય તેવી શક્યતા
- શું પશ્ચિમ બંગાળ બાદ ગુજરાતમાં પણ ખેલા હોબે ?
ન્યૂઝ ડેસ્ક : ગુજરાતના રાજકારણ માટે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીનો ખેલ સર્જાય તેવા એંધાણ આવી રહ્યા છે. પાછલા ઘણા વર્ષો સુધી ગુજરાતમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો. જ્યારે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટી, ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કર્યો છે. આ બે નવી પાર્ટીઓના પગપેસારાથી ભાજપ ચિંતિત તો થયું જ હતું, પરંતુ એવામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પણ ગુજરાતના રાજકારણમાં પ્રવેશવાની તક શોધી રહી હોય તેવા અણસાર આવી રહ્યા છે. આગામી 21 જુલાઈના રોજ TMC શહીદ દિવસની ઉજવણી કરનાર છે. જેનું જીવંત પ્રસારણ ગુજરાતના વિવિધ શહેરોમાં થાય તે માટે વિવિધ શહેરોમાં મોટા સ્ક્રીન લગાવવાની તૈયારીઓ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ઓવૈસીની પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી ગુજરાતમાં ઝંપલાવ્યુ