- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્પષ્ટ શબ્દોમાં તાલીબાનોને જવાબ
- UNSC માં ભારતે કહ્યું- અફઘાનિસ્તાનની સ્થિતિ હજુ પણ નાજુક
- અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે ચિંતાનો વિષય
ન્યૂયોર્ક : અફઘાનિસ્તાન પર યુએનએસસીની ચર્ચામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ (TS Tirumurti) એ જણાવ્યું હતું કે, અમે છેલ્લા મહિના દરમિયાન અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશને ધમકી આપવા અથવા હુમલો કરવા અથવા આતંકવાદીઓને આશરો આપવા માટે થવો ન જોઇએ. આ ઉપરાંત, તેનો ઉપયોગ આતંકવાદીઓને તાલીમ આપવા અને આતંકવાદી મનસૂબાને સફળ બનાવવા માટે આયોજન અને ભંડોળ માટે પણ થવો જોઈએ નહીં.
TS તિરુમૂર્તિનું નિવેદન
કાબુલ હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગયા મહિને કાબુલ એરપોર્ટ પર એક નિંદનીય હુમલો જોવા મળ્યો છે. આતંકવાદ અફઘાનિસ્તાન માટે ગંભીર ખતરો છે. આથી તે મહત્વનું છે કે આ સંદર્ભે કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન અને પાલન કરવામાં આવે. તેમણે કહ્યું કે અમે અફઘાનીઓ કોઈપણ અવરોધ વિના વિદેશ પ્રવાસ કરી શકશે તે નિવેદનની પણ નોંધ લીધી.અમે આશા રાખીએ છીએ કે અફઘાનિસ્તાનના સલામત માર્ગ અને અફઘાનિસ્તાનથી તમામ વિદેશી નાગરિકો સહિત આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરવામાં આવશે.