ગુજરાત

gujarat

ETV Bharat / bharat

T20 World Cup : આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ બન્યો વિલન - આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેલબોર્નમાં મેચ

T20 વર્લ્ડ કપની 25મી મેચ (25th match of T20 World Cup) આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન (Ireland vs Afghanistan) વચ્ચે મેલબોર્નમાં રમાશે. મેલબોર્નમાં સતત વરસાદ પડી રહ્યો છે.વરસાદને કારણે હજુ સુધી ટોસ થઈ શક્યો નથી.

Etv BharatT20 વર્લ્ડ કપ: આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ બન્યો વિલન
Etv BharatT20 વર્લ્ડ કપ: આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ બન્યો વિલન

By

Published : Oct 28, 2022, 6:43 PM IST

Updated : Oct 28, 2022, 8:35 PM IST

મેલબોર્નઃT20 વર્લ્ડ કપ2022માં (T20 World Cup) આજે અફઘાનિસ્તાનઅને આયર્લેન્ડની ટીમ (Ireland vs Afghanistan) ટકરાશે. સુપર-12ની આ 13મી મેચ છે. જેમાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે. પ્રથમ મેચમાં શ્રીલંકા સામેની હાર બાદ આયર્લેન્ડે છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. અફઘાનિસ્તાનની બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે હતી જે વરસાદને કારણે રદ થઈ હતી. આથી અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ મેચ જીતવાનો પ્રયાસ કરશે. ગ્રુપ 1માં આયર્લેન્ડ તેની બેમાંથી એક મેચ જીતીને 2 પોઈન્ટ સાથે 4 સ્થાને છે. તે જ સમયે, અફઘાનિસ્તાનની ટીમ તેની 2માંથી 1 મેચ હારી છે અને એક અનિર્ણિત રહી છે. અફઘાનિસ્તાન ટીમ ગ્રુપમાં 6નંબરના સ્થાને છે.

પિચ રિપોર્ટ:મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (Melbourne Cricket Ground) પર ટોસ જીતીને, બંને ટીમો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે, કારણ કે અહીં લક્ષ્યનો પીછો કરવો સરળ બની શકે છે. વરસાદને જોતા પહેલા રમનારી ટીમ 180 થી ઉપરનો સ્કોર કરવા માંગે છે.

બંન્ને ટીમો આમને સામને:અફઘાનિસ્તાન અને આયર્લેન્ડની ટીમો (Afghanistan and Ireland team records) 23 વખત T20માં આમને-સામને આવી છે, જેમાં 16માં અફઘાનિસ્તાનની ટીમ અને 7 મેચમાં આયર્લેન્ડની ટીમે જીત મેળવી છે. બંને ટીમો છેલ્લે આ વર્ષે ઓગસ્ટમાં 5 મેચની T20I શ્રેણીમાં મળી, હતી જેમાં યજમાન આયર્લેન્ડે 3-2થી જીત મેળવી હતી.

Last Updated : Oct 28, 2022, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details