લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સ્થગિત, વિપક્ષના હંગામાને પગલે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ લોકસભાની કાર્યવાહી - new delhi
આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ મોકૂક કરી દેવામાં આવી છે. વિપક્ષ સંસદમાં સુરક્ષા ચુક અને 15 સાંસદોને લોકસભા માંથી બરતરફ કરવા જેવા મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવી રહ્યું છે. ત્યારે આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે વિપક્ષે જોરદાર હંગામો કર્યો અને પરિણામે લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સ્થગિત
Published : Dec 15, 2023, 11:13 AM IST
નવી દિલ્હી: 15 સાંસદોને બરતરફ કરવાના નિર્ણયથી નારાજ વિપક્ષના હંગામાના કારણે આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ મોકૂક કરી દેવામાં આવી છે. વિપક્ષ સંસદમાં સુરક્ષા ચુક અને 15 સાંસદોને લોકસભા માંથી બરતરફ કરવા જેવા મુદ્દાઓને લઈને વિરોઘ નોંઘાવી રહ્યું છે. ત્યારે આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે વિપક્ષે જોરદાર હંગામો કર્યો અને પરિણામે લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી.