- રાજ્યોને વિનંતી કરીશ કે, આપણું છેલ્લુ વિકલ્પ લોકડાઉન હોવું જોઈએ: મોદી
- વડાપ્રધાને કહ્યું કે, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
- ઓક્સિજન ઉત્પાદન વધારવા માટે અનેક સ્તરે પગલા લેવામાં આવી રહ્યા છે
નવી દિલ્હી:ભારતમાં કોરોના મહામારી વધુ ઘાતક થતી જાય છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે, આજની પરિસ્થિતિમાં આપણે દેશને લોકડાઉનથી બચાવવું પડશે. હું રાજ્યોને પણ વિનંતી કરીશ કે, આપણો છેલ્લો વિકલ્પ લોકડાઉન હોવું જોઈએ. લોકડાઉન ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરો અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર ધ્યાન ફક્ત કેન્દ્રિત કરવું જોઈએ.
આ પણ વાંચો:મુખ્યપ્રધાન ગેહલોતે કહ્યું, ભયંકર થયો કોરોના, વડાપ્રધાન બંધ કરે રેલીઓ
જે વેદના ભોગવી રહ્યા છો, તેનો મને અહેસાસ છે.: મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશ કોરોના સામે ખૂબ મોટી લડત લડી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા, સ્થિતિ કાબૂમાં હતી અને ત્યારબાદ, કોરોનાની આ બીજી લહેર ઘાતક બની રહી છે. મને લાગે છે કે તમે જે વેદના ભોગવી રહ્યા છો, તેનો મને અહેસાસ છે. તેમણે કહ્યું કે, પાછલા દિવસોમાં જીવ ગુમાવનારા તમામ લોકો પ્રત્યે હું દુઃખ વ્યક્ત કરું છું. એક પરિવારના સભ્ય તરીકે હું તમારા દુઃખમાં શામેલ છું. પડકાર મોટો છે પરંતુ, આપણે મળીને તેને સંકલ્પ, હિંમત અને તૈયારી સાથે આ સમયને પાર કરવાનો છે.